તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:સેન્ટ ઝેવિયર્સ કોલેજે ફી 15% ઘટાડી, બે હપ્તે ભરી શકાશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને કારણે સ્કૂલોને ફીમાં 25 ટકા રાહત મળી છે પણ કોલેજો અંગે નિર્ણય થયો નથી

સેન્ટઝેવિયર્સ કોલેજે કોરોના માહામારીને કારણે ચાલુ વર્ષની ફીમાં 15 ટકાનો ઘટાડો કર્યો છે. જો વિદ્યાર્થી એક સાથે તમામ ફી ભરવા સમર્થ ન હોય તો વિદ્યાર્થી બે ઇન્સ્ટોલમેન્ટમાં ફી ભરી શકશે. જેમાં 19 ડિસેમ્બર પહેલા પહેલો ઇન્સ્ટોલમેન્ટ અને 20 જાન્યુઆરી સુધીમાં બીજો ઇન્સ્ટોલમેન્ટ ભરવાનું રહેશે. તેમ છતા જો કોઇ વિદ્યાર્થી ફી ભરવા સક્ષમ ન હોય તો મેઇલ કરી શકશે.

કોરોના મહામારીને કારણે સ્કૂલોમાં 25 ટકા ફી માફીની સરકાર દ્વારા જાહેરાત કરાઇ છે. પરંતુ કોલેજોમાં અભ્યાસ કરતા બાળકોના વાલીને ફી માફી અંગે સરકારે કોઇ જ જાહેરાત કરી નથી. વાલીઓની માંગ છતાં પણ સરકાર દ્વારા કોલેજોની ફી માફી અંગે કોઇ નિર્ણય લીધો નથી. ટેકનિકલ કોલેજોની ફી માફી માટે પણ સરકારે કમિટી બનાવી છે, પરંતુ ડિસેમ્બર સુધી કમિટી દ્વારા ફી માફી અંગે કોઇ જ નિર્ણય હજુ સુધી લીધો નથી. આ સ્થિતિમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજનો 15 ટકા ફી ઘટાડાનો નિર્ણય અન્ય કોલેજોને પ્રેરણા આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો