ભાસ્કર એક્સક્લૂઝિવ:ધોરણ 10 પછી ડિપ્લોમા, સ્કિલ બેઝ કોર્સની ડિમાન્ડને કારણે B.Scમાં છેલ્લાં 2 વર્ષ 10 હજારથી વધુ સીટો ખાલી પડી રહી

અમદાવાદએક મહિનો પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આ વર્ષે ‌B.Scની 14,756 સીટમાંથી 10,875, ગયા વર્ષે 10,500 સીટ ખાલી રહી
  • ગુજરાત યુનિ.ની ઘણી સાયન્સ કોલેજો બંધ કરવી પડે તેવી સ્થિતિ

ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએસસી કોલેજોમાં વર્ષ 2022-23ની પ્રવેશ કાર્યવાહીમાં 14,756માંથી 10,875 સીટ ભરાઈ જ નથી. ગયા વર્ષે પણ 14,500માંથી 10,500 સીટ ખાલી રહી હતી. આમ છેલ્લાં બે વર્ષમાં 10 હજારથી વધુ સીટ ખાલી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 12 સાયન્સમાં દોઢ લાખ વિદ્યાર્થીઓ સામે આ વર્ષે આશરે એક લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

12 સાયન્સમાં આશરે 50 હજાર વિદ્યાર્થીઓ ઓછા પાસ
આમ ગત વર્ષની તુલનાએ 12 સાયન્સમાં આશરે 50 હજાર વિદ્યાર્થીઓ ઓછા પાસ થયા છે. એક તરફ વિદ્યાર્થીઓ ઓછા પાસ થયા હોવાથી અને બીજી તરફ વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ કોર્સની સરખામણીએ બીએસસીમાં ઓછો રસ દાખવ્યો હોવાથી બેઠકો ખાલી રહી છે.

કુલ 7300 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું
યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએસસીની પ્રવેશ કમિટી તરફથી અમદાવાદ, ગાંધીનગર, સેલ્વાસ સહિતના વિસ્તારોની 32 કોલેજની 14,756 સીટ માટે વર્ષ 2022-23 માટેની પ્રવેશ કાર્યવાહી જૂનથી ઓગસ્ટમાં હાથ ધરાઈ હતી, જેમાં કુલ 7300 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મેરિટમાં સમાવેશ પામેલા તમામ 7300 વિદ્યાર્થીમાંથી 3881 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે. જ્યારે 2021-22માં પ્રથમ વર્ષ બીએસસીની 14,500માંથી 4500 બેઠકો ભરાઈ હતી.

પ્રથમ વર્ષ બીએસસીની વર્ષ પ્રમાણે ખાલી બેઠકોની વિગતો

વર્ષકુલભરાયેલીખાલી
બેઠકોબેઠકોબેઠકો
2022-2314,7563,88110,875
2021-2214,5004,50010,500
2020-2110,0006,5003,500
2019-207,5006,0001,500
2018-197,5007,000500

આ કારણ પણ જવાબદાર

  • ધોરણ 12 સાયન્સ પછી વિદેશોમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી.
  • ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ ધો. 11, 12 સાયન્સને બદલે ડિપ્લોમામાં પ્રવેશ લઈ રહ્યા હોવાથી બીએસસીમાં વિદ્યાર્થીઓ ઘટ્યા છે.

ઇમર્જિંગ બ્રાન્ચને લગતા કોર્સીસની ડિમાન્ડ વધી
નિષ્ણાતોના મતે, ધોરણ 10 બાદ સાઇબર સિક્યોરિટી, ડેટા સાયન્સ સહિતની ઈમર્જિંગ બ્રાન્ચને લગતા સ્કિલ બેઝ કોર્સીસની ડિમાન્ડ વધી છે. આ કોર્સીસમાં અભ્યાસ બાદ સારા પગારની નોકરી મળવાની સંભાવના હોવાથી વિદ્યાર્થીઓ હવે બીએસસીમાં જતા નથી.

અન્ય સમાચારો પણ છે...