તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે એસ.ટી. કેટેગરીના ઉમેદવાર જાહેર

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખની દાવેદારી માટે વધુ બેઠકો પર એસ.ટી. ઉમેદવારો ઊભા રખાય તેવી શક્યતા
  • વિરમગામ તાલુકાની શાહપુર બેઠક એસટી કેટેગરી માટે અનામત

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ગત પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રથમ અઢી વર્ષમાં પ્રમુખની કેટેગરી માટે મહિલા સામાન્ય કેટેગરી હતી. જ્યારે બીજી ટર્મમાં પુરુષ સામાન્ય કેટેગરી હતી. પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે અઢી-અઢી વર્ષ કામ કર્યુ હતું. હવે આ વખતની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખના હોદ્દા માટે એસ.ટી.કેટેગરીના ઉમેદવારની જાહેરાત થતાં રસાકસી વધી છે. કારણકે જિલ્લાની 34 બેઠકોમાંથી હાલ એક જ એસ.ટી.ની બેઠક છે. જેથી પ્રમુખની દાવેદારી માટે વધુ બેઠકો પર એસ.ટી. કેટેગરીના ઉમેદવારો ઉભા રખાય તેવી શક્યતા છે.

જિલ્લાના વિરમગામ તાલુકાની શાહપુર બેઠક એસ.ટી.કેટેગરી માટે અનામત છે. ગત વખતે આ બેઠક પુરુષ સામાન્ય હતી. આ બેઠક પરથી ગત વખતે કોંગ્રેસના બળવાખોર સભ્ય જગદીશ મેણીયા જીત્યા હતાં. બીજી ટર્મમાં આરોગ્ય સમિતીના ચેરમેન હતાં. હવે આ વખતે શાહપૂર બેઠક એસ.ટી.કેટેગરી માટે અનામત જાહેર થઇ છે. આ બેઠક પર અંદાજે 20 હજાર મતદારો છે. જેમાં પઢાર જાતિના 3200, કોળી સમાજના 8500, માઇનોરીટીના 4000 અને એસ.ટી.-એસ.સી.ના 4000 મતો છે. જોકે આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ હોવાથી ભાજપને બેઠક કબજે કરવામાં લોઢાના ચણા ચાવવા પડશે.

જિલ્લાની 34 બેઠકોમાંથી એક જ બેઠક એસ.ટી.કેટેગરી માટે અનામત હોવાથી રાજકીય પક્ષોના આગેવાનો ચિંતીત છે. કારણકે જિલ્લાની મોટાભાગની બેઠકો પર જીતનાર ઉમેદવારના મતોની લીડ બહુ મોટી નહતી. હવે આ વખતે આમ આદમી પાર્ટીના આવવાથી મતોનું વિભાજન થશે. જેમાં ભાજપને વધુ અને કોંગ્રેસને ઓછુ નુકશાન થવાની શક્યતા છે. એસ.ટી.ની એક બેઠક પર વધુ રસાકસી ના રહે માટે વિવિધ રાજકીય પક્ષો કેટલીક બેઠકો પર એસ.ટી.ઉમેદવારોને ઉભા રાખે તેવી પ્રબળ શક્યતા છે. શાહપૂર બેઠક પર ઉમેદવારોની પસંદગીમાં મુખ્ય બંને પક્ષોની હાલ સમીક્ષા ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો