તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:એસ.ટી.ના કર્મચારીઓને 30 જૂન સુધી વેક્સિન લેવા સૂચના,અમદાવાદ બસ ડેપોમાં શરૂ થયેલ વેક્સિન સેન્ટર બંધ

અમદાવાદ3 મહિનો પહેલા
વેક્સિનના ડોઝ ઉપલબ્ધ નથી અને કર્મચારીઓને ફરજિયાત વેક્સિન લેવા સુૂચના અપાઈ ( ફાઈલ ફોટો)
  • અગાઉ વેક્સિનેશન માટે રાજ્યના તમામ બસ ડેપો પર વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી
  • 2 હજારથી વધુ કર્મચારીઓ સંક્રમિત થયાં હતાં અને 130થી વધુ કર્મચારીઓના દુઃખદ મોત થયાં.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હવે નિયંત્રણમાં આવી ગયું છે. બીજી તરફ રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા પર ભાર મુકવામાં આવ્યો છે. 21 જૂનથી ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન અપાઈ રહી છે. ત્યારે એસ.ટી. વિભાગના તમામ કર્મચારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લેવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં વેક્સિનના ડોઝ ખૂટી પડતાં રસીકરણ કેન્દ્રો પણ વેક્સિન નહીં હોવાના બોર્ડ લાગ્યાં છે. એટલું જ નહીં અમદાવાદ બસ સ્ટેશન પર બે દિવસ પહેલાં જ શરૂ કરવામાં આવેલ વેક્સિન સેન્ટર પણ બંધ કરી દેવાયું છે.

રસીકરણ કેન્દ્રો પર વેક્સિન ખુટી પડી હતી
અગાઉ વેક્સિનેશન માટે રાજ્યના તમામ બસ ડેપો પર વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં લગભગ 50 ટકા જેટલા કર્મચારીઓએ વેક્સિન લીધી હતી.જોકે આ સૂચના બાદ 2 દિવસથી અમદાવાદ સેન્ટ્રલ એસ ટી ડેપો પર વેક્સિન સેન્ટર ઉભું કરાયું હતું. જેમાં 1 દિવસમાં 100 થી વધુ લોકોને વેક્સિન અપાઈ અને બીજા દિવસે પણ 80 થી 90 લોકોને વેક્સિન અપાઈ હતી ત્યારબાદ રસીકરણ કેન્દ્રો પર વેક્સિન ખુટી પડી હતી.

બસ ડેપો પર વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી
બસ ડેપો પર વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી

સવારથી જ સેન્ટર પર AMCની ટીમ આવી ન હતી
આજે પણ આ વેક્સિન સેન્ટર ખાલીખમ જોવા મળ્યા હતી. આજે સવારથી જ સેન્ટર પર AMCની ટીમ આવી ન હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓએ ગઈકાલે જણાવ્યું હતું કે અમદાવાદમાં વેક્સિન ઓછી છે એટલે હમણાં થોડો વિલંબ થઈ શકે છે. જોકે રાજ્યમાં જાહેર સ્થળો જેમાં એરપોર્ટ,રેલવે સ્ટેશન અને એસ.ટી બસ સ્ટેન્ડ કે જ્યાં લોકોની અવરજવર વધારે હોય ત્યાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરવું જરૂરી છે પરંતુ એરપોર્ટ અને રેલવે સ્ટેશનમાં તો ત્યાંના સ્ટાફ સહિત મુસાફરોને પણ વેક્સિન અપાઈ છે.

સરકારે પત્ર પાઠવીને સૂચના આપી
સરકારે પત્ર પાઠવીને સૂચના આપી

30 જૂન સુધી વેક્સિન લેવી ફરજીયાત
જ્યારે એસ.ટી બસ સ્ટેન્ડ પર તો એસ.ટી કર્મચારીઓ ને જ વેક્સિન માટેની વ્યવસ્થા નથી.તો મુસાફરો માટે વેક્સિનની વાત કરવી જ યોગ્ય નથી. બીજી તરફ સરકાર તરફથી આ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે 30 જૂન સુધી વેક્સિન લેવી ફરજીયાત છે. ત્યારે હવે જો આ રીતે જ વેક્સિનેશન સેન્ટર એસ.ટી સ્ટેન્ડ પર બંધ રહ્યા તો પછી કર્મચારીઓને શહેરમાં અલગ અલગ સેન્ટરોએ વેક્સિન માટે ધક્કો ખાવાનો વારો આવી શકે છે.

નિગમના 2 હજારથી વધુ કર્મચારીઓ સંક્રમિત થયાં હતાં ( ફાઈલ ફોટો)
નિગમના 2 હજારથી વધુ કર્મચારીઓ સંક્રમિત થયાં હતાં ( ફાઈલ ફોટો)

2 હજારથી વધુ કર્મચારીઓ સંક્રમિત થયાં હતાં
ગુજરાતમાં ST નિગમના કર્મચારીઓ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તેને રાજ્યની વડી અદાલત દ્વારા પણ વખાણવામાં આવ્યું છે. કોરોના કાળમાં શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા, અન્ય રાજ્ય કે દેશમાંથી પરત આવેલા લોકોને પોતાના ઘરે પહોંચાડવા, તેમજ અન્ય સ્થાનો પર ફસાયેલા યાત્રાળુઓને તેમના ઘરે પહોંચાડવા સુધીનું કામ કર્મચારીઓએ કર્યું છે. જેમાં નિગમના 2 હજારથી વધુ કર્મચારીઓ સંક્રમિત થયાં હતાં અને 130થી વધુ કર્મચારીઓના દુઃખદ મોત થયેલ છે.

ST નિગમને થયેલા નુકસાન અંગે રાહત પેકેજની માંગ
કોરોના મહામારીને લઈને અનેક ધંધા રોજગાર ઠપ્પ થયાં છે. ત્યારે સરકારી ક્ષેત્રને પણ તેની અસર થઈ છે. આ સમયમાં વિવિધ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ રાહત પેકેજની માંગ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં ST કર્મચારી મહામંડળ દ્વારા ST નિગમને થયેલા 1200 કરોડના નુકસાન અંગે રાહત પેકેજની માંગ કરવામાં આવી છે. 2020-21 માં કોરોનાના કારણે અંદાજે STનિગમને 1161 કરોડનું નુકસાન થયું છે. કર્મચારી મહામંડળ એ એ પણ ઉલ્લેખ કર્યો છે કે જો મહારાષ્ટ્ર સરકાર ત્યાંના એસ.ટી નિગમ ને રાહત પેકેજ આપે અમને પણ કોઈ રાહત પેકેજ મળવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...