સુરતના એક પૂર્વ સરકારી કર્મચારીએ ઈચ્છા મૃત્યુ માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજદાર જવાહરલાલ મહાજને કે જેઓ એસટી વિભાગમાં કાર્યરત હતા અને નિવૃત્ત થયા છે. હાઇકોર્ટમાં રિટ કરીને ‘એક્ટિવ યુથેનેસિયા’ એટલે કે ‘ઇચ્છામૃત્યુ’ માગ કરી છે.
અરજદારે ઇચ્છામૃત્યુની અરજી અંગે આવનાર દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. અરજદારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે, તેમને વસિયત પણ તૈયાર કરાવી લીધી છે. તે ઉપરાંત તેઓ પોતાનું શરીર મેડિકલ રિસર્ચ માટે દાન કરવા માગે છે. ઇચ્છામૃત્યુની પોતાની માગને મજબૂત આધાર આપવા માટે રામાયણમાં સીતા અને મહાભારતમાં ભીષ્મ પિતામહ દ્વારા ઇચ્છામૃત્યુનો સ્વીકાર કરાયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સ્વામી વિવેકાનંદ કે જેમણે મહાસમાધી લીધી હતી, વિનોબા ભાવેએ પણ અન્ન ત્યાગ કરીને ઇચ્છામૃત્યુ સ્વીકારી હતી.
આ બાબતે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા અરજદાર જવાહર મહાજને જણાવ્યું કે તેઓ પોતાની લડતના કારણે તેમના પરિવાર સાથે પણ સંબંધ તોડી ચુક્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ પોતાના પરિવારજનોથી અલગ રહે છે. રાષ્ટ્રપતિને પણ તેઓ મળીને રજૂઆત કરી ચૂક્યા છે. જોકે કોઈ નિવેડો નથી આવ્યો. જેથી હવે જેઓ ઇચ્છામૃત્યુની માંગ કરી રહ્યા છે
પ્રસ્તુત કેસમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ પ્રામાણિકતાથી નોકરી કરતાં હતાં. તે સમય દરમિયાન તેમને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથે લાગ્યા હતા જેમાં નિગમમાં ચાલતા મોટા કૌભાંડો અંગે જાણકારી હતી. અરજદાર દ્વારા નિગમમાં ચાલી રહેલ ભ્રષ્ટાચારો અંગે સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોર્યું, પરંતુ તેની સામે પગલાં લેવાના બદલે અરજદાર પ્રત્યે એક તરફી વલણ રાખીને હેરાન કરવામાં આવ્યા અને તેમને વિભાગમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતાં.’
અરજદાર દ્વારા એસટી નિગમને નિગમમાં વિવિધ મુદ્દે જેમકે સીએનજી ગેસ, બનાવટી ઓડિટ ફાઈલો અને સ્પેરપાર્ટ મુદ્દે ધ્યાન દોર્યુ હતું. આ મામલે તેઓ વર્ષ 2012માં દિલ્હી જંતરમંતર ખાતે આંદોલન પણ કર્યું હતું. આ બાબતે તેઓ રાજ્યપાલ સહિત મોટા નેતાઓને પણ રજુઆત કરી ચુકયા હતા પરંતુ કોઈ નિવેડો ન આવ્યો. ભ્રષ્ટાચાર ઉજાગર કરવા બદલ તેમને કેટલાક ક્રિમિનલ કેસ પણ કરી ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.