દુર્ઘટના:ધરણીધર બ્રિજ પર STએ દંપતીને ટક્કર મારતાં પત્નીનું મોત નીપજ્યું, બસે ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એક્ટિવાસવાર દંપતી મિત્રના ઘરે જઈ રહ્યું હતું

ધરણીધર બ્રિજ પર રાતે એસટી બસના ચાલકે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લેતાં પતિપત્ની પૈકી પત્નીનું મોત નીપજ્યું હતું જ્યારે ઇજાગ્રસ્ત પતિને હોસ્પિટલ લઈ જવાયા હતા.

પાલડીના ચંદ્રનગરના કોમલ એન્કલેવમાં રહેતા અને પ્રહલાદનગર ખાતે એચએન સફલ કંપનીમાં નોકરી કરતા કીર્તિભાઈ ભાવસાર (ઉં.45) વસ્ત્રાપુરમાં રહેતા મિત્રને મળવા જવા પત્ની મેઘાબેન સાથે એક્ટિવા પર શનિવારે રાતે નીકળ્યાં હતાં અને ધરણીધર બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એસટી બસે એક્ટિવાને ટક્કર મારતાં મેઘાબેનને માથા અને શરીરના ભાગે ઈજા થઇ હતી. જ્યારે કીર્તિભાઈને જમણા હાથ અને પાંસળીના ભાગે ઈજા થઈ હતી.

આ ઘટનાને પગલે રાહદારીઓએ એસટીને રોકી, પોલીસ અને 108ને બોલાવતા કીર્તિભાઈ અને મેઘાબેનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં મેઘાબેનનું મોત નિપજ્યું હતું. આ અંગે કીર્તિભાઈએ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ એસટી બસચાલક બ્રિજ પર ઓવર ટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાનું ઘટનાસ્થળે હાજર કેટલાક લોકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...