એસ.ટી બસ સેવા શરૂ:કોરોના અને વાવાઝોડાના કારણે રદ કરાયેલી એસ.ટી બસો ફરી દોડતી થઈ, રાજ્યમાં એસ.ટીની 14,500 જેટલી ટ્રીપો શરૂ કરાઈ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે કેટલીક ટ્રીપો ઘણા સમયથી કેન્સલ કરવામાં આવી હતી.
  • તાઉ-તે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના કેટલાક રૂટ પરની ટ્રીપો રદ કરવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા અગાઉ તંત્ર એ કેટલાક નિયંત્રણો લાદ્યા હતા. કોરોનાના કેસ રાજ્યમાં વધતા એસ.ટી નિગમ દ્વારા અમુક રૂટ પરની ટ્રીપો કેન્સલ કરી દેવામાં આવી હતી. જે ગામ કે શહેરમાં દિવસની 5 ટ્રીપ હોય તો તેને 1 જ ટ્રીપ ચાલુ રાખીને બાકીની રદ કરવામાં આવી હતી. સાથે વોલ્વો બસમાં પણ મુસાફરોની અવરજવર ઘટતા તેમાંની 80 ટ્રીપ રદ કરી હતી.

એસ.ટીની ટ્રીપો ફરી શરૂ કરાઈ
18 મેં એ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાં એ ઘણી તબાહી મચાવી હતી. જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તાર સૌથી વધારે અસરગ્રસ્ત થયો હતો. ત્યાંના શહેર અને ગામને જોડતા રોડ પર ઘણા વૃક્ષ પણ ધરાશાયી થયા હતા. જેથી એસ.ટી બસની સેવા ખોરવાઈ હતી. તેથી તે રૂટ પરની ટ્રીપો ને 4-5 દિવસ સુધી કેન્સલ કરવામાં આવી હતી.પરંતુ હવે તે રૂટ પર એસ.ટી ની સર્વેલન્સ ટિમએ ચેકીંગ કર્યા બાદ બસ સેવાઓ ચાલુ કરવામાં આવી છે.

હાલમાં 14,500 ટ્રીપો શરૂ
એસ.ટી વિભાગના પ્રવક્તા કે.ડી.દેસાઈએ જણાવ્યું કે, હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે અનેક ફેરફાર કર્યા છે. કોરોનાનું સંક્રમણ ઘટવાથી હવે અમે તમામ ટ્રીપો શરૂ કરી દીધી છે એસ.ટી વિભાગ દ્વારા અત્યાર સુધી 12,500 ટ્રીપો ચલાવવામાં આવતી હતી. પરંતુ અમે સુવિધાઓમાં વધારો કરી હવે 14,500 ટ્રીપો શરૂ કરી છે. જેમાં વોલ્વો બસની તમામ ટ્રીપો અને નાઈટ રૂટની ટ્રીપો શરૂ કરી છે.

કોરોના અને વાવાઝોડાના કારણે બસો બંધ કરાઈ હતી
જો કે આ તમામ ટ્રીપો માં સરકારી ગાઈડલાઇન નું ચુસ્તપણે પાલન કરવવા અમે તમામ કર્મચારીઓ ને સૂચનાઓ આપી છે .સાથે વાવાઝોડાં માં પણ અસરગ્રસ્ત વિસ્તારમાં જે રૂટ બંધ હતા ત્યાં પણ અમે હવે બસ સેવા શરૂ કરી દીધી છે પરંતુ તમામ ને અપીલ છે કે દરેક કોરોના ના નિયમો પાલન કરે.