ST નિગમની સુવિધા:‘આપકે દ્વાર’ યોજનામાં એસટી બસ તમને ઘરેથી પીકઅપ કરશે, ઓનલાઈન બુકિંગ પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એસટી નિગમ દિવાળીમાં વધુ બસો દોડાવશે

દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો વતન જતા હોય છે. તેમાં પણ અમદાવાદ સુરત જેવા શહેરોમાં મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના લોકો વસે છે. તેઓ દિવાળી દરમિયાન સુરક્ષિત અને સરળતાથી વતન પહોંચી શકે તે માટે જરૂરિયાત મુજબ રેગ્યુલર બસો ઉપરાંત ડિમાંડ મુજબ વધારાની બસો પણ દોડાવવામાં આવે છે. એજ રીતે એસટી નિગમ દ્વારા 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર દરમિયાન એસટી ‘આપ કે દ્વારે’ યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ 51 સીટનું ગ્રુપ બુકિંગ કરાવતા લોકોને નિગમ દ્વારા તેમની સોસાયટીથી પીકઅપ કરી તેમના ગામ સુધી નોનસ્ટોપ બસ સર્વિસ દ્વારા પહોંચાડવામાં આવશે. પરિવારના સભ્યો દ્વારા જે તે રૂટ પર ઓનલાઈન ગ્રુપ બુકિંગ પરં 5 ટકા તેમજ રિટર્ન ટિકિટમાં 10 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...