તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ST વિભાગનો નિર્ણય:કોરોનાની બીજી લહેર કાબુમાં આવતા જ ગુજરાતથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે એસ.ટી બસ સેવા શરુ થશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફરીથી મુસાફરી શરુ થશે - Divya Bhaskar
ફરીથી મુસાફરી શરુ થશે
  • એસ.ટી વિભાગે 7મી એપ્રિલથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તથા 10 મેના રોજ રાજસ્થાનમાં જતી બસોને હંગામી ધોરણે બંધ કરી હતી

સમગ્ર દેશમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. પ્રથમ લહેરમાં જ દેશમાં લૉકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. પરંતુ અનલૉકની પ્રક્રિયામાં ધંધા રોજગાર અને પરિવહનને ફરી વેગ મળ્યો હતો. પરંતુ કોરોનાની બીજી લહેર શરુ થતાં જ આંતરરાજ્ય પરિવહન બંધ કરી દેવામાં આવ્યું હતું અને દેશનાં અનેક શહેરો તથા ગામડાઓમાં ફરીવાર લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. હવે કોરોનાની બીજી લહેર પણ કાબુમાં આવતાં જ રાજ્યનાં માર્ગ અને પરિવહન વિભાગે મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે દોડતી એસ.ટી બસ સેવાને ફરીવાર શરુ કરવાનો નિર્ણય લીધો છે.

નિયંત્રણો હળવા થતાં એસ.ટી બસ દોડાવવાનો નિર્ણય લેવાયો
કોરોનાની બીજી લહેર શરુ થતાં જ ગુજરાતમાંથી આંતરરાજ્ય પ્રવાસ કરનારા મુસાફરોની માંગણીને લઈને એસ.ટી વિભાગ દ્વારા 7મી એપ્રિલથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તથા 10 મેના રોજ રાજસ્થાનમાં જતી બસોને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી હતી. હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નિયંત્રણો હળવા થતાં જ રાજ્યમાંથી એસ.ટી બસો દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી વિભાગે વલસાડ, સુરત, ભરુચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, ગોધરા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, ભુજ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ અને જામનગર વિભાગને આ માટે સૂચના પણ આપી દીધી છે.

રાજ્યોમાં નિયંત્રણો હળવા થતાં એસ.ટી બસ દોડાવવાનો નિર્ણય લેવાયો ( ફાઈલ ફોટો)
રાજ્યોમાં નિયંત્રણો હળવા થતાં એસ.ટી બસ દોડાવવાનો નિર્ણય લેવાયો ( ફાઈલ ફોટો)

સામાન્ય સંજોગોમાં ST નિગમની 44 હજાર ટ્રીપો ચાલુ હતી
રાજ્યમાં છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે STની નિગમની ટ્રીપોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માર્ચ 2020 પછી આજ દિન સુધી સરકારની ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત સંચાલન હાથ ધરવાને કારણે નિગમની આવકમાં સૌથી મોટું નુકસાન થયું છે. સામાન્ય સંજોગોમાં ST નિગમની 44 હજાર ટ્રીપો ચાલુ હતી. જે હાલમાં 12 હજાર ટ્રીપો જ ચાલુ કરવામાં આવી છે. હાલના સમયમાં ડીઝલના પણ ભાવ વધ્યા છે. જેની નિગમ ખોટ કરી રહ્યું છે. આ ખોટની સીધી અસર કર્મચારીઓની માનસિક સ્થિતિ પર થઈ છે. વર્ષ 2021ના એપ્રિલ માસમાં 75 ટકા અને 50 ટકા સીટીંગ કેપેસીટી મુજબ સંચાલન કરાતા અંદાજે 100 રૂપિયાનું નુકસાન નિગમને થયું છે.

ST વિભાગનો પરિપત્ર
ST વિભાગનો પરિપત્ર

2 હજારથી વધુ કર્મચારીઓ સંક્રમિત થયાં હતાં
ગુજરાતમાં ST નિગમના કર્મચારીઓ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તેને રાજ્યની વડી અદાલત દ્વારા પણ વખાણવામાં આવ્યું છે. કોરોના કાળમાં શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા, અન્ય રાજ્ય કે દેશમાંથી પરત આવેલા લોકોને પોતાના ઘરે પહોંચાડવા, તેમજ અન્ય સ્થાનો પર ફસાયેલા યાત્રાળુઓને તેમના ઘરે પહોંચાડવા સુધીનું કામ કર્મચારીઓએ કર્યું છે. જેમાં નિગમના 2 હજારથી વધુ કર્મચારીઓ સંક્રમિત થયાં હતાં અને 130થી વધુ કર્મચારીઓના દુઃખદ મોત થયેલ છે.

કોરોના કાબુમાં આવતાં જ ફરી શરુ થઈ એસટી બસ સેવા ( ફાઈલ ફોટો)
કોરોના કાબુમાં આવતાં જ ફરી શરુ થઈ એસટી બસ સેવા ( ફાઈલ ફોટો)

ST નિગમને થયેલા નુકસાન અંગે રાહત પેકેજની માંગ
કોરોના મહામારીને લઈને અનેક ધંધા રોજગાર ઠપ્પ થયાં છે. ત્યારે સરકારી ક્ષેત્રને પણ તેની અસર થઈ છે. આ સમયમાં વિવિધ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ રાહત પેકેજની માંગ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં ST કર્મચારી મહામંડળ દ્વારા ST નિગમને થયેલા 1200 કરોડના નુકસાન અંગે રાહત પેકેજની માંગ કરવામાં આવી છે. 2020-21 માં કોરોનાના કારણે અંદાજે STનિગમને 1161 કરોડનું નુકસાન થયું છે. કર્મચારી મહામંડળ એ એ પણ ઉલ્લેખ કર્યો છે કે જો મહારાષ્ટ્ર સરકાર ત્યાંના એસ.ટી નિગમ ને રાહત પેકેજ આપે અમને પણ કોઈ રાહત પેકેજ મળવું જોઈએ.

એસટી વિભાગે લોકડાઉનથી થયેલા નુકસાનનું રાહત પેકેજ માંગ્યું ( ફાઈલ ફોટો)
એસટી વિભાગે લોકડાઉનથી થયેલા નુકસાનનું રાહત પેકેજ માંગ્યું ( ફાઈલ ફોટો)

મહારાષ્ટ્ર અને રાજસ્થાને પણ રાહત પેકેજ આપ્યું છે
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્યાંના પરિવહન નિગમને નિગમના કર્મચારીઓના ફેબ્રુઆરી 2020થી પગાર ચુકવવા પરત નહીં કરવાની શરતે એક હજાર કરોડની આર્થિક સહાય કરી છે. તે ઉપરાંત રાજસ્થાન સરકાર દ્વારા પણ દર મહિને 50 કરોડ રૂપિયા પરિવહન નિગમના કર્મચારીઓના પગાર ચૂકવવા માટે આપવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ પરિવહન નિગમે કોરોનાને કારણે મોટું નુકસાન ભોગવ્યું છે જેથી નિગમને પણ રાહત પેકેજ આપવામાં આવે.