• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Only Madhu Srivastav Did Not Get The Ticket, All The Rest Were Dabanged, 84 Tickets Were Cut And 76 Were Repeated, 5 Ministers Of Bhupendra Patel Were Also Beaten.

દબંગને દબંગાઈ ભારે પડી!:મધુ શ્રીવાસ્તવને જ ટિકિટ ન મળી, બાકી બધા દબંગ ફાવી ગયા, ભૂપેન્દ્ર પટેલના 5 મંત્રીને પણ પડતા મુકાયા

અમદાવાદ22 દિવસ પહેલા

આજે ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની 160 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી 2017માં જેમને ટિકિટ આપવામાં આવી હતી તેવા 85ની ટિકિટ કાપી નાખવામાં આવી છે, જ્યારે 75 ધારાસભ્યને રિપીટ કરવામાં આવ્યા છે. ગુજરાતના ભાજપના દબંગો પૈકી માત્ર મધુ શ્રીવાત્સવને ટિકિટ આપવામાં આવી નથી, જ્યારે બાકીના અન્ય દબંગોને ટિકિટ ફાળવવામાં આવી છે. આ સાથે જ ભૂપેન્દ્ર પટેલની સરકારના 5 મંત્રીને પણ પડતા મૂકવામાં આવ્યા છે.

દબંગ મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, જેમાં બીજા તબક્કામાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં 5મી ડિસેમ્બર 2022ના રોજ મતદાન યોજાવાનું છે. આ પહેલાં વડોદરાની વાઘોડિયા બેઠક પર દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી નાખવામાં આવી છે. ગત રોજ જ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે મારી પત્નીને હું ચૂંટણી લડાવવા ઇચ્છું છું, મારી જરાક ઓછી ઇચ્છા છે. મારી પત્નીને ટિકિટ આપવાના છે. રૂપાલા આવીને ગયા, તેમણે મળવા માટે મને બોલાવ્યો પણ નથી અને હું ગયો પણ નથી. હું ભાજપનો સેવક છું અને રહેવાનો છું. જોકે ત્યાર બાદ નિવેદન ફેરવી તોળ્યું હતું છતાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે.

મધુ શ્રીવાત્સવ સતત વિવાદ આવતા રહે છે.
મધુ શ્રીવાત્સવ સતત વિવાદ આવતા રહે છે.

આ દબંગોને ટિકિટ મળી
ગુજરાત ભાજપના દબંગ ધારાસભ્યોમાંથી માત્ર મધુ શ્રીવાસ્તવની ટિકિક કપાઈ છે, જ્યારે બાબુ બોખીરિયા, પુરુષોત્તમ સોલંકી, હીરા સોલંકી, કાંતિ અમૃતિયા સહિતાના દબંગોને ભાજપે રિપીટ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની પેટર્ન રહી છે કે ઉમેદવારોનાં ફોર્મ ભરવાનાં હોય એના ચાર કે પાંચ દિવસ પહેલાં જ ઉમેદવારો જાહેર કરે છે. એનું કારણ એ છે કે ભાજપના જે ઉમેદવારો જાહેર થાય એને કારણે ભાજપમાં જ અસંતોષની આગ વધુ ન ફેલાય અને પક્ષને નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રખાય છે. ખાસ તો કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને જો ટિકિટ અપાય છે તો પક્ષના જ આગેવાનો અને કાર્યકરોમાં કચવાટ ફેલાય છે. આ ભાજપને નુકસાન કરી શકે છે.

પત્નીને ચૂંટણી લડાવવાની વાત કરી મધુ શ્રીવાત્સવે ફેરવી તોળ્યું હતું.
પત્નીને ચૂંટણી લડાવવાની વાત કરી મધુ શ્રીવાત્સવે ફેરવી તોળ્યું હતું.

મધુ શ્રીવાત્સવનો પુત્રને રાજકારણમાં લાવવાનો પ્રયાસ
વિવાદાસ્પદ નિવેદનો કરવા અને ધમકીની ભાષા વાપરવા માટે જાણીતા વડોદરાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. તેઓ પોતાના પુત્ર દીપકને રાજકારણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ આ વાત પર હાલપૂરતું પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ભાજપે તાજેતરમાં જ સ્પષ્ટતા કરી હતી કે વર્તમાન ધારાસભ્યો કે સાંસદોનાં સગાંને ટિકિટ નહીં મળે. મધુ શ્રીવાસ્તવ એક દબંગ નેતાની છાપ ધરાવે છે અને ઘણી વખત તેમના કારણે પક્ષને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. તેઓ વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી છ વખતથી ચુંટાયા છે.

વાસણભાઈની કેટલીક ઓડિયો-ક્લિપ ફરતી થઈ હતી.
વાસણભાઈની કેટલીક ઓડિયો-ક્લિપ ફરતી થઈ હતી.

વાસણભાઈ આહીરની ટિકિટ પણ કપાઈ
ભુજમાં હાલનાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યની ટિકિટ કપાઈ છે. તેઓ અત્યારે ગુજરાત વિધાનસભાનાં પ્રથમ મહિલા સ્પીકર છે. એવી જ રીતે અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહીરની ટિકિટ પણ કપાઈ છે. તાજેતરનાં વર્ષોમાં વાસણભાઈની કેટલીક ઓડિયો-ક્લિપ ફરતી થઈ હતી, જેમાં તેઓ એક મહિલા સાથે જે રીતે વાત કરે છે એને કારણે ભાજપે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું.

પબુભા માણેક વિવાદમાં ફસાયા હતા.
પબુભા માણેક વિવાદમાં ફસાયા હતા.

પબુભા માણેક વિવાદમાં સપડાયેલા
સાતેય વાર જીતેલા છે. 1990થી 2017 સુધી દ્વારકાથી જીતતા આવી રહ્યા છે. 1990થી 98 અપક્ષ, 2002 કોંગ્રેસ, ત્યાર બાદ 2007થી 2017 સુધી ભાજપથી ચૂંટણી લડેલા છે. કથાકાર મોરારિ થોડા સમય પહેલાં દેવભૂમિ દ્વારકામાં ધર્મ સ્થાપના અને કૃષ્ણ પરિવાર પર નિવેદનને લઇને ભારે વિવાદમાં આવ્યા હતા. એ બાદ યદુવંશીઓ વિરોધ અને આક્રોષ જોતાં બાપુએ બે વખત માફી માગીને સાક્ષાત્ દ્વારકા ભગવાન કૃષ્ણનાં દર્શન કરવા ગયા હતા, પરંતુ દ્વારકામાં કૃષ્ણભક્ત અને ભાજપના નેતા પબુભા માણેકના રોષનો સામનો કરવો પડ્યો હતો. પબુભા મારવા દોડ્યા તો સાંસદ પૂનમ માડમે બાપુને રોકી લીધા હતા, પરંતુ આ ઘટના બાદ હવે માહોલ ગરમાયો હતો.

ખનીજચોરીના કિસ્સામાં બાબુભાઈને એક તબક્કે 6 મહિના જેલમાં જવું પડ્યું હતું.
ખનીજચોરીના કિસ્સામાં બાબુભાઈને એક તબક્કે 6 મહિના જેલમાં જવું પડ્યું હતું.

બોખીરિયાને 6 મહિના જેલમાં જવું પડ્યું હતું
પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયા અને તેની કંપનીઓ પાસેથી રૂ. 130 કરોડની વસૂલાત કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હતો. સમગ્ર કૌભાંડ રૂ. 1,200થી 1,500 કરોડનું હોવાનો આરોપ હતો, પરંતુ સરકારના દબાણને કારણે માત્ર રૂ. 55 કરોડના ખનીજચોરીનાં કેસમાં પોલીસ કેસ કરાયો હતો. 2006મા પોરબંદરના કલેક્ટરે બાબુ બોખીરિયાની તથા તેના પરિવારજનો કે ભાગીદારોની 11 કંપની સામે રૂ. 250 કરોડની ખનીજચોરીની રિકવરીના કેસ કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો. આમ છતાં એક તબક્કે સૌરાષ્ટ્ર કેમિકલની લીઝવાળી જમીનમાંથી રૂ. 55 કરોડની ખનીજચોરી કરવા બદલ બાબુ બોખીરિયા સામે પોલીસ કેસ થયો હતો. એ સિવાયની રૂ. 250 કરોડની ખનીજચોરી કરી હતી, જેની રિકવરીના આદેશો ત્યારે જ થઈ ગયા હતા. ખનીજચોરીના કિસ્સામાં બાબુભાઈને એક તબક્કે 6 મહિના જેલમાં જવું પડ્યું હતું.

પુરુષોત્તમ સોલંકીની નારાજગી બહાર આવી હતી.
પુરુષોત્તમ સોલંકીની નારાજગી બહાર આવી હતી.

રૂપાણી સરકારમાં પુરુષોત્તમ સોલંકીની નારાજગી
ગુજરાતની રૂપાણી સરકારે કમૂરતાંમાં શપથગ્રહણ કર્યા હતા, જે પછી એક પછી એક સમસ્યાઓ ઊભી થઈ રહી હતી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલની ખાતાંની ફાળવણી મામલે નારાજગી આવી, ભાજપના હાઈકમાન્ડે તેમને માંડ માંડ નાણાં ખાતું પાછું આપીને મનાવી લીધા, તેને માંડ બે દિવસ થયા ત્યાં તો રાજ્યકક્ષાના મત્સ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીની નારાજગી બહાર આવી હતી. તેમને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી, એમ કહીને તેમણે નારાજગી દર્શાવી હતી. રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે ખાતાંની ફાળવણીમાં મને અન્યાય કરાયો છે. મહત્ત્વનાં ખાતાં મને મળતાં નથી. પાંચ ટર્મથી ધારાસભ્ય છું છતાં પણ મને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી, આ બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી છે અને આ મને નહિ, કોળી સમાજને અન્યાય થયો છે. નારાજ પુરુષોત્તમ સોલંકીને મનાવવા માટે ભૂપેન્દ્રસિંહ પુરુષોત્તમ સોલંકીને મળવા પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત ચાલુ હતી. ત્યાર બાદ પ્રતિક્રિયા આપતાં સોલંકીએ કહ્યું હતું કે હું નારાજ નથી, પણ કોળીસમાજ નારાજ છે.

હીરા સોલંકીની પણ દબંગાઈ સામે આવી હતી.
હીરા સોલંકીની પણ દબંગાઈ સામે આવી હતી.

હીરા સોલંકીનો પોલીસને પટ્ટા ઊતરાવી દેવાની ધમકી
અમરેલીના રાજુલાના ધારાસભ્ય અને ગુજરાત કોળી સેનાના પ્રમુખ હીરા સોલંકીએ ડુંગર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સાથે કરેલી દબંગાઈનો વીડિયો વાઈરલ થયો હતો. હીરા સોલંકીએ ડુંગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પર જુગારના આરોપીઓ પાસે પૈસા માગ્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસકર્મીને જાહેરમાં જ પટ્ટા ઉતારી નાખવાની ધમકી પણ આપી હતી. રાજુલા તાલુકાના સાજણાવાવ ગામના કેટલાક યુવાનો જુગાર રમતા ઝડપાયા હતા. જેઓ દ્વારા પોલીસકર્મી પર પૈસા માગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોળી સેનાના પ્રમુખ હીરા સોલંકીને જાણ કરતા હીરા સોલંકી રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

કેબિનેટમાંથી બેની ટિકિટ કપાઈ, રાજ્યકક્ષાના 3 કપાયા
ભૂપેન્દ્ર સરકારના પાંચ જેટલા મંત્રીઓની ટિકિટ કાપી નાખવામાં આવી છે. કેબિનેટમાંથી રાજેન્દ્ર ત્રિવેદી અને પ્રદીપ પરમારની ટિકિટ કરાઈ છે. જ્યારે રાજ્યકક્ષાના બ્રિજેશ મેરજા, અરવિંદ રૈયાણી અને આરસી મકવાણાની ટિકિટ કપાઈ છે. રૂપાણી સરકારના જૂના જોગીઓને તો પડતા મૂકવામાં આવ્યા છે આ સાથે જ ભૂપેન્દ્ર પટેલની સરકારના પણ મંત્રીઓને પડતા મુકાતાં અલગ જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

રૂપાણી સરકારના મંત્રીઓ સહિતના કપાયા
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા 160 ઉમેદવારમાંથી 85ની ટિકિટ કપાઈ છે અને 75ને રિપીટ કરવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવારોની નામની જાહેરાત કરે એ પહેલાં જ રૂપાણી મંત્રીમંડળના નેતાઓની એક બાદ એક જાહેરાત સામે આવી છે. તેઓ ચૂંટણી નહી લડે, જેની પાંચ નેતાએ જાહેરાત કરી છે. તેઓ આ વિધાનસભામાં ચૂંટણી નહિ લડે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સરકારના સમયના મંત્રી અને ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા તેમજ પ્રદીપસિંહ જાડેજા પણ ચૂંટણી નહીં લડે. દિલ્હીથી યાદી જાહેર થાય એ પહેલાં ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓએ સ્વૈચ્છિક જાહેરાત કરી દીધી છે. અગાઉ વિજય રૂપાણી અને નીતિન પટેલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.

રિપોર્ટ આધારે ભાજપે ટિકિટ ફાળવી
અમુક ઉમેદવારોને રિપીટ કરવા તરફ હકારાત્મક વિચારણા શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત રૂપાણી સરકારના મંત્રીઓ, જેઓ ઘર ભેગા થયેલા છે, તેમની છેલ્લા કેટલાક સમયની ગતિવિધિઓ પર પણ નજર રાખવાની સાથે પક્ષ માટેની તેમની વફાદારી અને કામગીરીનો ખાનગી રિપોર્ટ પણ તૈયાર કરવા સૂચના આપી દેવામાં આવી હતી અને તેના આધારે ભાજપે ટિકિટ ફાળવણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...