તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:સ્પાઈસ જેટ, ઇન્ડિગોને US, UK માટે ફ્લાઈટની મંજૂરી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધી AIને જ પરવાનગી હતી
  • 1 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર સુધી મંજૂરી મળી

દેશ વિદેશમાં કોરોના મહામારીને પગલે હાલમાં મોટાભાગની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું સંચાલન બંધ છે. ત્યારે દેશની ખાનગી એરલાઈન્સ સ્પાઈસ જેટ અને ઇન્ડિગોને સરકારે યુએસએ અને યુકે માટે ફ્લાઈટ ઓપરેટ કરવાની મંજૂરી આપી દીધી છે.

અત્યાર સુધી ભારતથી ફક્ત એર ઇન્ડિયાની ફ્લાઈટને જ યુએસએ અને યુકે માટે ફ્લાઈટ ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સ્પાઈસ જેટને લંડનના હીથ્રો એરપોર્ટ પર 1 સપ્ટેમ્બરથી સ્લોટ મળી જતા એરલાઈન્સ હવે લંડન માટે ફ્લાઈટ શરૂ કરશે. હાલમાં સમર ટાઈમટેબલ મુજબ એરલાઈન્સને 23 ઓક્ટોબર સુધી ફ્લાઈટ ઓપરેટ કરવાની મંજૂરી મળી છે. ઇન્ડિગોએ પણ ફ્લાઈટના સંચાલન માટે બન્ને દેશની ઓથોરિટી સાથે ફ્લાઈટના સંચાલન માટે મંજૂરી માંગી છે.

એમસ્ટરડેમથી સ્પાઈસ જેટની ફ્લાઈટ
વંદે ભારત મિશન હેઠળ સ્પાઈસ જેટે પહેલીવાર એમસ્ટરડેમથી ફ્લાઈટ ઓપરેટ કરી હતી. આ ફ્લાઈટમાં 269 ભારતીય પ્રવાસીઓને સ્વદેશ પરત લવાયા.

અન્ય સમાચારો પણ છે...