નંબરોની હરાજી:‘1’ નંબર માટે નવી કાર જેટલા રૂપિયા 5 લાખ ખર્ચ્યા; ટુ-વ્હીલરમાં 1 નંબર માટે 33 હજારની બોલી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કાર માટે 650, ટુ-વ્હીલર માટે 410 અરજી આવી

સુભાષબ્રિજ આરટીઓમાં પસંદગીના નંબરોમાંથી એક નંબરની હરાજીમાં કાર માટે 4.93 લાખ અને ટુવ્હીલર માટે 33,000ની આવક થઇ હતી. હરાજીમાં 1060 અરજી આવી હતી. આમાંથી કારની 650 અને ટુવ્હીલરની 410 અરજીઓ આવી હતી. હરાજીમાં કુલ 69,41000 આવક થઇ હતી.

કારની જીજે01ડબલ્યુઇ અને જીજે01વીએસ નંબરની સિરીઝ માટે આરટીઓમાં હાથ ધરાયેલી હરાજીમાં બાકીના નંબરોની આવક સામાન્ય રહી હતી. જ્યારે ગોલ્ડન અને સિલ્વર નંબરોની હરાજીમાં વાહન ચાલકોએ રસ દાખવ્યો હતો. કારમાં સૌથી વધુ એક નંબરની આવક અને ઓછી આવક 7 અને 9 નંબરની રહી હતી. જ્યારે ટુવ્હીલરમાં સૌથી વધુ એક અને 7 નંબરની ત્યાર બાદ 7777 નંબરની આવક રહી હતી.

પસંદગીના નંબરો અને તેની આવકની માહિતી

પસંદગી નંબરકારની આવકટુવ્હીલરની આવક
14,93,00033,000
51,88,0008000
740,00033,000
940,0008,000
1083,000-
11112,65,00022,000
77774,27,0008,000
99991,80,0008,000.00
99001,81,000-
66691,01,000-

​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...