તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનતેરસ:અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ધનતેરસે ભગવાન ધન્વંતરીની વિશેષ પૂજાનું આયોજન

અમદાવાદ5 મહિનો પહેલા
સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી સહિત ડોકટરો આ પૂજા વિધિમાં જોડાયા - Divya Bhaskar
સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી સહિત ડોકટરો આ પૂજા વિધિમાં જોડાયા
 • સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી સહિત ડોકટરો આ પૂજા વિધિમાં જોડાયા

કોરોના કાળ વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે દિવાળી પર્વમાં ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન ધન્વંતરીને વૈધ અને ચિકિત્સકોના દેવ તરીકે માનવામાં આવે છે. એટલે તબીબો માટે ધનતેરસનો દિવસ ખૂબજ મહત્વનો હોય છે. આ દિવસે તબીબો ધન્વંતરીની પૂજા અર્ચના કરે છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભગવાન ધન્વન્તરીની પૂજા કરવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દર વર્ષે પૂજા અર્ચના થાય છે
સિવિલ સુપ્રિડેન્ડેન્ટ ડૉ. જે.પી મોદી સહિત ડૉક્ટરો, નર્સ તથા અન્ય સ્ટાફ આ પૂજનવિધિમાં જોડાયાં હતાં અને ભગવાન ધન્વંતરીની પૂજા કરી હતી. સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે ભગવાનની પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વખતે કોરોના કાળમાં સિવિલ કેમ્પસમાં યોજાયેલ પૂજાવિધિમાં ડૉકટરોએ સૌના સ્વચ્થ સ્વાસ્થ્યની કામના કરી હતી. દર્દીઓને ઝડપથી દર્દમાં રાહત થાય તથા તેઓ સાજા થઈને ફરીવાર જીવનની એક નવી સફર શરુ કરે તેવા ભગવાન પાસે આશિર્વાદ માંગ્યાં હતાં. દર વર્ષે ભગવાન ધન્વંતરિને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો