ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઇ ગઇ છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવી લીધો છે. હવે 12 ડિસેમ્બરે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ બીજી વખત શપથ લેશે, જ્યારે તેમના મંત્રી મંડળના સભ્યો પણ શપથ લેશે. આ કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત આખું કેન્દ્રીય મંત્રી મંડળ ઉપસ્થિત રહેશે. મોટી સંખ્યામાં ચાર્ટર્ડ પ્લેન અને ચોપર અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવાના હોવાથી તેના માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકીય અગ્રણીઓ સાથે અગ્રણી ઉદ્યોગપતિઓ અને ધાર્મિક નેતાઓની પણ ખાસ ઉપસ્થિતિ રહેશે. એરપોર્ટ પર પાર્કિંગ માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જયારે મહાનુભાવાનો ગુજસેલના દરવાજેથી સીધા કાર્યક્રમ સ્થળે લઇ જવાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેને પગલે આ વીવીઆઇપી મુવમેન્ટમાં સામાન્ય મુસાફરો પરેશાન થાય નહિ.
વડાપ્રધાન એરફોર્સના પ્લેનમાં અમદાવાદ પહોંચશે
ગાંધીનગર સચિવાલય કેમ્પસ ખાતે યોજાનારા શપથવિધી કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મંડળ ઉપરાંત ભાજપ સાશીત રાજ્યોના ગવર્નર અને મુખ્યમંત્રીઓ, જુદા જુદા હોદ્દેદારો તથા દેશના ટોચના ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન એરફોર્સના પ્લેનમાં અમદાવાદ પહોંચશે. જ્યારે અન્ય અગ્રણીઓ પણ ચાર્ટર્ડ પ્લેન કે ચોપારમાં અમદાવાદ પહોંચશે. ચાર્ટર્ડ પ્લેન- ચોપાર માટે પાર્કિંગની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજસેલ નજીક ચાર્ટર્ડ પ્લેન અને ચોપર પાર્ક કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે તેની સિક્યોરીટી માટે પણ ખાસ પ્લાન ઘડવામાં આવ્યા છે.
અગ્રણીઓને કાર્યક્રમના સ્થળે પહોંચાડવાની ખાસ વ્યવસ્થા
ગુજસેલના દરવાજેથી જ તમામ અગ્રણીઓની ગાડીઓ કાર્યક્રમના સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેને પગલે એરપોર્ટ પરના સામાન્ય મુસાફરોને કોઇ તકલીફ પડે નહિ. મોટા પ્રમાણમાં ચાર્ટર્ડ આવવાના હોવાથી અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ફુલ થઇ જાય તો અમદાવદા નજીકના એરપોર્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. એટલે નજીકના એરપોર્ટ પર ચાર્ટર્ડ પાર્ક કરવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.
એરપોર્ટ પર થ્રી લેયર સુરક્ષા
મહાનુભાવોના આગમનને લઇને એરપોર્ટ પર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ પર આવતા તમામ વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે. વાહનો કે વ્યકિતની શંકાસ્પદ મુવમેન્ટ જણાય તો તરત જ પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ ઉપરાંત એરપોર્ટ પોલીસ એરપોર્ટ પર પેટ્રોલીંગ કરી રહ્યો છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડની ટીમો પણ તહેનાત કરી દેવામાં આવી છે. સાથે સાથે તમામ સીસીટીવી કેમેરાના ફુટેજ પર વોચ રાખવા માટે ખાસ ટીમ તહેનાદ કરી દેવામાં આવી છે. ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ એરપોર્ટની ટર્મિનલ બિલ્ડીંગની બહાર અને બિલ્ડીંગમાં પણ ખાસ સુરક્ષા કર્મીઓની વોચ વધારી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.