• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Special Train Between Bhuj Bandra Terminus From Today At 8.15 Pm, Will Reach Saurashtra From Surat In Just 4 Hours, Save Time From Hazira Ghogha Row packs

મોર્નિંગ બ્રીફ:ભુજ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આજથી રોજ રાત્રે 8.15 વાગ્યે સ્પેશિયલ ટ્રેન, સુરતથી સૌરાષ્ટ્ર માત્ર 4 કલાકમાં પહોંચાશે, હજીરા-ઘોઘા રો-પેક્સથી સમય બચશે

અમદાવાદએક વર્ષ પહેલા

નમસ્કાર!

ભુજ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આજથી રોજ રાત્રે 8.15 વાગ્યે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે. આજે જૂનાગઢ આઝાદી દિવસ મનાવાશે. બીજી તરફ નરેન્દ્ર મોદીએ હજીરા-ઘોઘા રો-પેક્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું છે. આ રો-પેક્સ ફેરીથી સુરતથી સૌરાષ્ટ્ર માત્ર 4 કલાકમાં પહોંચાશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 4 ઘટના પર રહેશે નજર
1.) ગુજરાત હાઈકોર્ટમાં આજથી 22મી નવેમ્બર સુધી 14 દિવસનું દિવાળી વેકેશન રહેશે.
2.) ભુજ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આજથી રોજ રાત્રે 8.15 વાગ્યે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.
3.) આજે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલનાં અસ્થિનું સોમનાથમાં વિસર્જન કરવામાં આવશે.
4.) આજે જૂનાગઢ આઝાદી દિવસે તરીકે મનાવશે અને ઉપરકોટમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1.) સુરતથી સૌરાષ્ટ્ર માત્ર 4 કલાકમાં પહોંચાશે, હજીરા-ઘોઘા રો-પેક્સનું ઉદઘાટન
હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું PM મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું છે. મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે.
વાંચો સમાચાર વિગતવાર

2.) મોરબીમાં રસોઈની માથાકૂટમાં યુવાને માતા-બહેનની હત્યા કરી
મોરબીના જીકિયારી ગામે ગત રાત્રે એક યુવાનને પોતાની માતા અને બહેનને ધારિયાના ઘા ઝીંકીને બન્નેને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં, જેમાં માતા અને બહેને વચ્ચે રસોઈ બનાવવા મામલે માથાકૂટ થયા બાદ ઉશ્કેરાયેલા યુવાને આ ખૂની ખેલને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
વાંચો સમાચાર વિગતવાર

રાજકોટમાં 6 વર્ષના બાળકના નાકમાં 5 મહિનાથી બેટરી સેલ ફસાયો હતો, સફળ ઓપરેશન કરી બહાર કઢાયો.
રાજકોટમાં 6 વર્ષના બાળકના નાકમાં 5 મહિનાથી બેટરી સેલ ફસાયો હતો, સફળ ઓપરેશન કરી બહાર કઢાયો.

3.) બાળકના નાકમાં 5 મહિનાથી ફસાયેલો બેટરી સેલ તબીબે ગણતરીની મિનિટોમાં દૂર કર્યો
રાજકોટમાં 5 મહિના પહેલાં આર્યન નામના 6 વર્ષના બાળકે રમતાં રમતાં નાકમાં બેટરી સેલ નાખી દીધો હતો. આજે તબીબે દૂરબીન વડે તાત્કાલિક ઓપરેશન કરી પાંચ મહિનાથી આર્યનના નાકમાં ફસાયેલો બેટરી સેલ ગણતરીની મિનિટોમાં જ કાઢી આપી તેનો જીવ બચાવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

4.) ગણદેવીની સગીરા સાથે તાંત્રિક વિધિમાં જ લગ્ન કરી સુહાગરાતના નામે દુષ્કર્મ આચર્યું
નવસારીના ગણદેવીની બે બહેનો પર નંદુરબારના તાંત્રિક વિષ્ણુ મહારાજે દુષ્કર્મ આચર્યું હતું, જેમાં તાંત્રિક અને તેના બે સેવકની ધરપકડ કરાઈ છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે બે બહેનો પૈકી નાની અને સગીર બહેન પર તાંત્રિક વિધિમાં જ લગ્ન કરી સુહાગરાતના નામે દુષ્કર્મ આચર્યું હતું. બંને બહેનો ગર્ભવતી હોવાની જાણ થતાં નાની બહેનનું અપહરણ પણ કર્યું હતું. જોકે પોલીસે નાની બહેનને છોડાવી લીધી હતી.
વાંચો સમાચાર વિગતવાર

5.) સુરતમાં કરિયાણાની આડમાં અફીણનો ધંધો, 16.50 લાખનો મુદ્દામાલ કબજે
સુરત શહેરના ઉધના વિસ્તારમાં કરિયાણાની દુકાનની આડમાં અફીણનો ધંધો કરતા એક વેપારીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ કરતાં 4 કિલો અફીણ મળી આવ્યું હતું. પોલીસે રોકડા 11.80 લાખ સહિત કુલ 16.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

અને દેશમાં આજે...

  • વુમન્સ ટી-20 ચેલેન્જ, એટલે કે મહિલાઓની આઈપીએલની ત્રીજી સીઝનની ફાઈનલ હરમનપ્રીત કૌરની સુપરનોવાઝ અને સ્મૃતિ મંધાનાની ટ્રેલબ્લેઝર્સ વચ્ચે શારજાહમાં આજે સાંજે 7.30 વાગ્યાથી.
  • રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીના જામીન અંગે આજે બોમ્બે હાઈકોર્ટ નિર્ણય આપશે. આ અગાઉ મેજિસ્ટ્રેટે તેમને 18 નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા.
  • મધ્યપ્રદેશમાં અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસમાં એડમિશન માટે રજિસ્ટ્રેશનનો આજે અંતિમ દિવસ છે. અત્યારસુધી અડધી સીટો જ ભરાઈ છે.
અન્ય સમાચારો પણ છે...