તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદના ચેખલા ગામની જમીન હડપવાનો મામલો:લેન્ડ ગ્રેબિંગની સ્પેશ્યલ કોર્ટે કલેક્ટરને નોટિસ ફટકારી, 19મી ફેબ્રુઆરી સુધી રિપોર્ટ રજૂ કરવા આદેશ

અમદાવાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક

સાણંદના ચેખલા ગામની જમીન ગેરકાયદેસર રીતે હડપ કરવાના આરોપસર 12 જણા પાસેથી જમીનનો કબજો અપાવવા અને તેમની સામે પોલીસ કાર્યવાહી કરવા માટે કરાયેલી ફરિયાદમાં લેન્ડ ગ્રેબિંગની ખાસ કોર્ટે કલેકટરને નોટિસ કાઢી 19મી ફેબ્રુઆરીએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

પાલડીમાં રહેતા સુભાષ શાહે એડવોકેટ નિસર્ગ ત્રિવેદી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ખાસ જિલ્લા સેશન્સ કોર્ટમાં ફરિયાદ કરી છે. જેમાં એવી દાદ માગતી રજૂઆત કરાઈ હતી કે, સાણંદના ચેખલા ગામમાં વર્ષ 1996માં 1,30,715 સ્ક્વેર મીટર જમીન રજિસ્ટ્રર દસ્તાવેજ કરી ખરીદી હતી. વર્ષ 2019માં ગગુભા વાઘેલા સહિત 12 લોકોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો છે, અને ગેરકાયદે જમીનમાં ઘુસી ઝૂંપડી બાંધી દીધી છે. લોકલ પોલીસ સ્ટેશન, અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી અરજી કરી હતી, પરંતુ કોઈ તપાસ હાથ ધરતા નથી.

જિલ્લા કલેકટર કચેરીની એસઆઇટીમાં અરજી કરી હતી, જેમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, જમીન અરજદારની છે, પરંતુ સિવિલ અને રેવન્યુની રાહે દાદ માંગો અને નવા લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ફરીથી પ્રક્રિયા કરો તેમ કહી અરજી દફતરે કરી છે. વધુમાં એવી દાદ માંગેલી કે લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા મુજબ પોલીસને ફરિયાદ નોંધવા નિર્દેશ કરવામાં આવે. તેમજ અમારી માલિકીની જમીનનો કબજો અપાવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો