રાત્રિ કર્ફ્યૂ પર જનતાનો અવાજ:સરકારે ચૂંટણી અને મેચ વખતે સાવચેતી રાખી હોત તો આજે પ્રજાને આ સહન ન કરવું પડત, નિર્ણય લેવામાં મોડી પડી સરકાર

અમદાવાદએક વર્ષ પહેલા
  • સરકારના નિર્ણયની સમજણ પડતી નથી, માંડ ધંધા શરૂ થયા છે, હવે ફરીથી કર્ફ્યુંના કારણે નુકસાન થશે

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતા રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ રાતના 10થી 6 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે, જે આગામી 31 માર્ચ સુધી અમલમાં રાખવામાં આવશે. સાથે જ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના કાયદાનું પણ કડક અમલ કરાવવામાં આવશે. ત્યારે આજે દિવ્યભાસ્કરે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના નાગરિકો સાથે વાતચીત કરીને તેઓ કોરોનાના વધતા કેસો તેમજ રાત્રિ કર્ફ્યૂના સરકારના નિર્ણય યોગ્ય ગણે છે અથવા નકારે છે તે વિશે જાણવાનો પ્રયાસ કર્યો છે.

મેચમાં પ્રેશકોને પ્રવેશ આપવાનો ખોટો નિર્ણય
ચારેય શહેરોમાં ડોક્ટર, નોકરીયાત, કોલેઝિયન સહિતના નાગરિકો સાથે વાત વાતચીત કરતા કેટલાકે સરકારના નિર્ણયને આવકાર્યો તો કેટલાકે સરકાર દ્વારા સમયસર પગલાને લેવાયા જોવાની વાત પણ કહીં હતી. ત્યારે કોઈકે, જો સરકારે આ નિર્ણય ચૂંટણી સમયે જ લીધો હોત તો આજે લોકોના કામધંધા બંધ ન થયા હોત. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનવા પાછળ જનતાની બેદરકારી વધુ જોવા મળી હોવાનું કહ્યું હતું. સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેફામ પ્રેશકોને પ્રવેશ આપવા પર પણ પ્રજાનો સરકાર પર ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના નાગરિકોએ રાત્રિ કર્ફ્યૂ વિશે વાતચીત કરી
અમદાવાદના નાગરિકોએ રાત્રિ કર્ફ્યૂ વિશે વાતચીત કરી

રાત્રિ કર્ફ્યુ પર શું કહે છે અમદાવાદની જનતા?
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર છે. તે અંગે અમદાવાદના નાગરિક ઉન્મેશ ભાઈએ જણાવ્યું હતું કે, રાત્રિ કર્ફ્યુમાં 2 કલાકની વધારો કરવામાં આવ્યો છે, સરકારના નિર્ણય અંગે કોઈ સમજણ પડતી નથી. ધંધા ધીમી રાહે શરૂ થઈ રહ્યા હતા. તેમાં હવે ફરીથી રાત્રિ કર્ફ્યુંના કારણે નુકસાન થશે. ઇલેક્શન અને મેચમાં જરૂર હતી ત્યારે રાત્રિ કર્ફ્યૂ રાખવામાં ના આવ્યું અને હવે આર્થિક સ્થિતિ સામાન્ય થતાં રાત્રિ કર્ફ્યૂ આવતા લોકોને ફરીથી મુશ્કેલીઓ પડશે. ત્યારે અન્ય એક નાગરિક દીનાબેન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુનો સમય જે વધાર્યો છે એ યોગ્ય નિર્ણય છે. આ નિર્ણય ચૂંટણી અને મેચ પહેલા લેવાની જરૂર હતી. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે કઈ હોતું નથી અને સામાન્ય લોકો માટે નિયમ બતાવે છે, પરંતુ આ જે કર્ફ્યૂનો સમય વધારી અને રાતે 10થી સવારે 6 કર્યો છે એ યોગ્ય છે.

નિર્ણય વહેલો લીધો હોત તો સ્થિતિ અલગ હોત
અમદાવાદની એક યુવતી પ્રિવાએ જણાવ્યું હતું કે, 2 કલાકનું કર્ફ્યૂ વધવાને કારણે કોરોનામાં કોઈ ફરક નહીં પડે. લોકો હવે જાગૃત થયા છે. 2 કલાક કર્ફ્યૂ વહેલ શરૂ થવાથી હોટલ, રેસ્ટોરન્ટ સહિત રાત્રિના અનેક ધાંધાઓને નુકસાન થશે. ઇલેક્શનમાં કોઈ કરફ્યુ આપવામાં ના આવ્યું અને હવે રાત્રિ કર્ફ્યૂ આપવામાં આવ્યું છે, જેથી અનેક લોકો હેરાન થશે. જ્યારે વિશાલ ભાઈ કહે છેકે, સરકારે આ નિર્ણય વહેલા લેવો જોઈતો હતો. જેથી કોરોનાનું સંક્રમણ વધતા રોકી શક્યા હોત. પરંતુ આ 2 મેચ બાદ આ નિર્ણય લેવાયો છે એ સારી વાત છે. આનાથી આપડે કોરોનાથી બચી શકીશું. આ સરકારના નિર્ણયને હું આવકારું.છું.

રાજકોટના નાગરિકોએ રાત્રિ કર્ફ્યૂ વિશે વાતચીત કરી
રાજકોટના નાગરિકોએ રાત્રિ કર્ફ્યૂ વિશે વાતચીત કરી

રાત્રિ કર્ફ્યુ પર શું કહે છે રાજકોટની જનતા?
રાત્રિ કર્ફ્યૂ પર સવાલ કરતા રાજકોટના ડો.દીપક પીપળીયાએ જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય ખુબ જ યોગ્ય છે. કારણકે લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા. રાત્રિ કર્ફ્યુના કારણે મોટા મેળાવડામાં લોકો જે રીતે હરીફરી રહ્યા હતા તેને ટાળી શકાય છે. એક રીતે જોઈએ તો રાત્રિ કર્ફ્યુના કારણે ભવિષ્યમાં થોડો સુધારો જોવા મળશે. લોકોએ જાગૃત થવાની જરૂરિયાત છે કામવગર ઘરની બહાર નીકળવાની જરૂર નથી. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હૅન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની જરૂર છે.

હાલ લૉકડાઉન કરવું એ સરકાર માટે બહુ અઘરો વિષય
રાજકોટ અન્ય એક નાગરિકે જણાવ્યું હતું કે, ગાઈડ લાઈનનું પાલન કરવું જોઈએ. હાલ લૉકડાઉન કરવું એ સરકાર માટે બહુ અઘરો વિષય છે. તો જે 10થી 6નું રાત્રિ કર્ફ્યુ છે તેનું પાલન કરવું જોઈએ. હું તો મારી સાથેના સૌને વિનંતી કરું છું કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, માસ્ક પહેરો અને સમયાંતરે હાથ ધોવા જરૂરી છે.

સુરતના ડો.અમિષાબેન પટેલ
સુરતના ડો.અમિષાબેન પટેલ

રાત્રિ કર્ફ્યુ પર શું કહે છે સુરતની જનતા?
અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કોરોનાની સ્થિતિ ગંભીર છે, તેવામાં સુરતના ડો.અમિષાબેન પટેલ (આયુર્વેદિક ડૉક્ટર)એ જણાવ્યું હતું કે, સરકારનો નિર્ણય આવકાર દાયક છે. જેનું કારણ આપણે જ છીએ, લગ્ન પ્રસંગમાં જમાવડો સહિતની વસ્તુઓએ આપણને આ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે. આની અસર બધા જ રોજગાર ધંધા પર પડશે. આપણી જિંદગી અને હેલ્થ મહત્વની છે. હું એવું માનું છું કે, આપણે લોકડાઉનની પરિસ્થિતિમાં ફરી ન આવીએ અને માટે થોડા-થોડા પ્રિકોશનથી શરૂઆત કરી છે. કર્ફ્યૂથી પ્રત્યેક્ષ થવાની જરૂર છે કે, જેથી આપણે ખોટા સ્ટેપ લઈએ તો અટકી જઈએ, અમારે ત્યાં પણ પેશન્ટ નો ફ્લો રહે છે. હવે પછી આપણે સાવધાની રાખવાની જરૂર છે. મને સરકારનો આ નિર્ણય યોગ્ય લાગે છે અને હું એને પાડવાની કોશિશ કરીશ.