અમદાવાદમાં IPLની બે મેચ:AMTS-BRTS 27 અને 29મીએ સ્ટેડિયમ સુધી સ્પેશિયલ બસો દોડાવશે, ક્યાંથી કઈ બસ મળશે જાણવા અહીં જુઓ આખો રૂટ

અમદાવાદએક મહિનો પહેલા
  • શુક્રવાર અને રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની બે મેચ રમાશે

ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની આ સીઝનની ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. શુક્રવારે અને રવિવારે રમાનારી આ મેચને લઈને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPLની ફાઈનલ માટે અંદાજે 1 લાખ જેટલી ટિકિટો વેચાઈ ગઈ છે, જ્યારે ક્વોલિફાયર મેચમાં પણ મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહી શકે છે. એવામાં ATMS અને BRTS દ્વારા દર્શકોની સુવિધા માટે સ્ટેડિયમ સુધી અને ત્યાંથી પાછા ઘરે જવા માટે સ્પેશિયલ બસો મૂકવામાં આવી છે.

બપોરના 3થી રાતના 1.30 વાગ્યા સુધી બસ મળશે
અમદાવાદમાં આવતીકાલે 27મીએ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાવાની છે, આ મેચના વિજેતા ટીમની રવિવારે 29મી મેએ ગુજરાત ટાઈટન્સ સાથે ટક્કર થશે. IPLની મેચોની લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને લઈને AMTS તથા BRTS દ્વારા સ્ટેડિયમ સુધી આવવા તથા પાછા જવા માટે બપોરના 3 વાગ્યાથી રાતના 1.30 વાગ્યા સુધી બસની સુવિધા આપવામાં આવશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ફાઈલ તસવીર.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ફાઈલ તસવીર.

રાજસ્થાન અને બેંગલોરની મેચ માટે BRTS બસની સુવિધા
BRTS દ્વારા ટાટા આઈપીએલની ક્વોલિફાયર-2 મેચ માટે 27મીએ બપોરે 3 વાગ્યાથી 5 રૂટ પર 56 બસ મૂકવામાં આવી છે, જેમાં નારોલથી ઝુંડાલ સર્કલ માટે 26 બસ, એલડી કોલેજથી ઝુંડાલ સર્કલ સુધી 24 બસ, ઈસ્કોનથી વિસત સર્કલ સુધી 6 બસ મૂકવામાં આવી છે. આવી જ રીતે મેચ સમાપ્ત ખતમ થયા બાદ પાછા જવા 25 બસ મૂકવામાં આવી છે, જેમાં સાબરમતી પોલીસ સ્ટેશનથી નારોલ, સાબરમતી પોલીસ સ્ટેશનથી ઈસ્કોન ક્રોસ રોડ, સાબરમતી પોલીસ સ્ટેશનથી આરટીઓ સર્કલ રૂટનો સમાવેશ થાય છે. આ બસ સુવિધા રાત્રે 11 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી મળશે.

BRTS દ્વારા દોડાવનાર બસોના રૂટની માહિતી માટે અહીં ક્લિક કરો

ફાઈનલ મેચ માટે BRTSની સુવિધા
આવી જ રીતે ફાઈનલ મેચ માટે રવિવારના રોજ સ્ટેડિયમ સુધી પહોંચવા 71 બસ મૂકવામાં આવી છે, જેમાં નારોલથી ઝુંડાલ સર્કલ માટે 26 બસ, નારોલથી વિસત સર્કલ માટે 6 બસ એલ.ડી કોલેજથી ઝુંડાલ સર્કલ સુધી 24 બસ, ઈસ્કોનથી વિસત સર્કલ સુધી 7 બસ અને નેહરુનગરથી વિસત સર્કલ સુધી 8 બસ મૂકવામાં આવી છે. મેચ પૂરી થયા બાદ પાછા જવા સ્ટેડિયમથી વિવિધ રૂટ માટે 48 બસો મૂકવામાં આવી છે. ઉપરાંત મેચ પૂર્ણ થયા બાદ ભીડની સંભાવનાને પગલે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતેથી અલગ ટિકિટ કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ATMS દ્વારા બંને દિવસોમાં 232 બસ દોડાવાશે
અમદાવાદમાં IPLની મેચના પગલે 27 અને 29 મેના દિવસે ATMS દ્વારા હયાત 10 રૂટ પર બપોરના 3 વાગ્યાથી 54 બસ દોડાવાશે તથા વધુ 4 સ્પેશિયલ રૂટ પર 12 બસ દોડાવાશે. આવી જ રીતે રાત્રે પાછા જવા માટે રાત્રે 11 વાગ્યાથી 1.30 વાગ્યા સુધીમાં 5 નાઈટ રૂટ પર 50 બસો દોડાવવામાં આવશે. આમ, કુલ 19 રૂટ પર 116 બસો દોડાવવામાં આવશે.

ATMS દ્વારા દોડાવનાર બસોના રૂટની માહિતી માટે અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...