સંશોધન:યુદ્ધ સમયે જૈવિક અને રસાયણિક શસ્ત્રોના રેડિએશનથી બચવા ખાસ બંકર બનાવાયું, 1 મહિના સુધી રહી શકાય છે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુદ્ધમાં મોટા ભાગે કેમિકલ, બાયોલોજિકલ, રેડિલોજિકલ અને ન્યુક્લિયર હથિયારો સામે રક્ષણ આપી શકે તેવાં બંકરનું અમદાવાદના વૈજ્ઞાનિક દ્વારા લોન્ચિંગ કરાયું છે. સીબીઆરએનડી ડિફેન્સ રિસર્ચ દ્વારા વિકસાવવામાં આવેલા બંકરનું અમદાવાદમાં ઉત્પાદન શરૂ થયું છે. આ બંકર લીડ અને ફાઇબરથી બનેલું છે, જેમાં એર અને પાણી પણ ફિલ્ટર થઇને આવશે.

અમદાવાદના સલામતી અને સુરક્ષા માટે કામ કરતી સંસ્થા સીબીઆરએનડી ડિફેન્સ રિસર્ચ દ્વારા આ બંકર્સ વિકસાવવામાં આવ્યું છે. આ બંકર કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર જેવા હથિયારો સામે રક્ષણ આપવાનો દાવો સંસ્થાના વૈજ્ઞાનિક રાગેશ શાહે જણાવ્યું હતું, જેમાં 85 પ્રકારની દવાઓ પણ રાખવામાં આવી છે. યુદ્ધના સમયમાં લશ્કરના જવાનો અને વીવીઆઈ પીઓના જીવને રક્ષણ આપવા માટે આ બંકર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

બંકરની બહાર જવું હોય ત્યારે પોટેશિયમ આયોડાઇડની ગોળી લેવાની હોય છે. આ ગોળી વ્યક્તિના થાયરોડને બ્લોક કરી દે છે, જેના કારણે રાસાયણિક કે રેડિયોલોજિકલ અસર થતી નથી. આ એક ટેબ્લેટ્સ 24 કલાક સુધી રેડિએશનથી બચાવી શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...