તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘હે નાથ નારાયણ વાસુદેવા...’:ભગવાન શ્રીકૃષ્ણનાં ત્રણ સૌથી મોટાં ધામમાં જન્માષ્ટમીનાં વિશેષ આયોજન, દર્શન અને કોરોના સાવધાની માટેની વ્યવસ્થા

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી ડાકોરના રણછોડરાયજી, વચ્ચે દ્વારકાના દ્વારકાધીશ અને છેલ્લે શ્રીકૃષ્ણના જન્મસ્થાનની તસવીર - Divya Bhaskar
ડાબેથી ડાકોરના રણછોડરાયજી, વચ્ચે દ્વારકાના દ્વારકાધીશ અને છેલ્લે શ્રીકૃષ્ણના જન્મસ્થાનની તસવીર

રાધાનો કાન, મીરાના શ્યામ, નરસિંહનો નાથ, સુદામાનો સાથ, વાંસળીનો સાદ, દેવકીનો લાલ, જશોદાનો પ્રાણ, ગોવાળોનંુ માન, ભક્તોની ભાળ, કંસનો કાળ, દ્વાિરકાના રાજ અને પ્રેમાનુભૂિતના પ્રાસ એવા શ્રીકૃષ્ણના જન્મોત્સવની તૈયારીઓ થઈ ગઈ છે. માનવજાતની રક્ષા કાજે કૃષ્ણએ અનેકાનેક અસુરોનો વધ કર્યો હતો એમ હવે પ્રભુ કોરોનાસુરનો પણ અંત આણે એવી ભક્તોની ભાવસભર લાગણી છે.

દ્વારકાઃ 3.50 લાખ ભક્તો દર્શન કરશે, 1300 પોલીસ જવાન બંદોબસ્તમાં

  • ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકાના જગતમંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવવા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન અનિવાર્ય રહેશે. મંદિરમાં દર્શનનો સમય રાબેતામુજબ રહેશે.

કૃષ્ણ જન્મોત્સવના આગલા દિવસે રવિવારે 40 હજાર શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. જન્માષ્ટમીના દિવસે 3.50 લાખ ભાવિકો દર્શન માટે આવવાના હોઈ 1300 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત થઇ ગયા છે. જન્માષ્ટમીના દિવસે સવારે 6 વાગ્યે શ્રીજીની મંગળા આરતીના દર્શન સાથે જન્માષ્ટમી મહોત્સવનો પ્રારંભ થશે. દિવસ દરમિયાન મંગળા દર્શન, સ્નાન દર્શન, ભોગ અર્પણ, શૃંગાર અર્પણ, શૃંગાર આરતી, શ્રીજીને ગ્વાલ ભોગ અર્પણ, ઉત્થાપન દર્શન, ઉત્થાપન ભોગ અર્પણ દર્શન, સંધ્યા ભોગ અર્પણ, સંધ્યા આરતી દર્શન, શયન ભોગ અર્પણ, શ્રીજીની શયન આરતી દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે તેમજ રાત્રીના 12 વાગ્યે શ્રીજીની જન્મોત્સવની આરતી થશે અને રાત્રીના 2.30 વાગ્યે દર્શન બંધ થશે. દરેક દર્શનાર્થી વચ્ચે 2 ફૂટનું અંતર રાખવામાં આવશે, માસ્ક પહેરીને જ દર્શન માટે મંદિરમાં પ્રવેશ મળશે તેમજ મંદિર પરિસર અને કતાર સ્થળે સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.

ડાકોરઃ 200ના જૂથમાં પ્રવેશ, માસ્ક અનિવાર્ય, પ્રદક્ષિણાની મનાઈ

  • ડાકોરના રણછોડરાય મંદિરમાં દર્શનાર્થીઓને પ્રદક્ષિણા કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. દર્શનાર્થીઓને 200-200ના જૂથમાં મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

ડાકોર મંદિરમાં રાતે 12 ના ટકોરે ભગવાનને કંકુ તિલક કરી જન્મોત્સવ શરૂ થાય છે. મંદિર પર આતશબાજી પણ કરવામાં આવે છે. ભગવાનને કંકુ તિલક બાદ ષોડશોપચાર વિધિ સાથે પંચામૃતથી સ્નાન કરાવાય છે. જે બાદ ભગવાનને નવાં વસ્ત્રો પહેરાવી દાગીનાથી શણગારવામાં આવે છે. દરેક ભક્તે માસ્ક પહેરીને આવવું પડશે. રાત્રે 12 કલાકે શ્રીજી પ્રભુના જન્મોત્સવની ઉજવણીનો આરંભ થશે. રણછોડરાય પ્રભુજીના લલાટે કુમકુમ તિલક કરી અને બંદૂકના 5 ધડાકાની સલામી સાથે પ્રારંભ થયેલા જન્મોત્સવમાં પ્રથમ પંચામૃત સ્નાન બાદ ચુનરીયા વસ્ત્રો પહેરાવવામાં આવશે. ત્યારબાદ અમૂલ્ય હીરાજડિત મુગટ ભગવાનને પહેરાવવામાં આવશે. નિત્યક્રમ અનુસાર સેવા બાદ રાજભોગ દર્શન શરૂ થશે. બપોરે 12.30 વાગ્યે ઠાકોરજી અનુકૂળતાએ પોઢી જશે. સાંજે 4.45 કલાકે નીજમંદિર ફરી ખૂલશે. વહેલી સવારે 4થી 5 વાગ્યે મહાભોગ આરતી થશે.

મથુરાઃ ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીથી 25 લાખ શ્રદ્ધાળુ આવવાની આશા

  • શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવ કપિલ શર્મા કહે છે કે, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીથી 25 લાખ શ્રદ્ધાળુ આવવાની અમને આશા છે. જન્માષ્ટમીએ અહીં વૃંદાવનના બાંકેબિહારી મંદિરમાં મંગળા દર્શન રાત્રે 1:155 વાગે થશે.

પ્રમોદ કલ્યાણ - મથુરાઃ જન્માષ્ટમી નિમિત્તે મથુરામાં સોમવારે રાત્રે શ્રી કૃષ્ણ જન્મ લેશે. 12:05 વાગ્યે ભક્તો બાળકૃષ્ણના દર્શન કરી શકશે. અહીંના મંદિરને ગર્ભગૃહને કારાગારનું સ્વરૂપ અપાયું છે. અહીં જન્માભિષેક રક્તજડિત શંખથી થાય છે. આ પ્રાચીન શંખ જન્માષ્ટમીએ જ ઉપયોગમાં લેવાય છે. મથુરા-વૃંદાવનની 750 હોટલ, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ અને દસ હજારથી વધુ ફ્લેટ ફૂલ થઈ ગયા છે. મથુરા-વૃંદાવન હોટલ એસોસિયેશનના અધ્યક્ષ મહેન્દ્ર પ્રતાપ સિંહ કહે છે કે, જન્માષ્ટમીના કારણે અહીંની હોટલ ઈન્ડસ્ટ્રીમાં ભારે તેજી છે. હવે શ્રદ્ધાળુઓનો આવવાનો સિલસિલો હોળી સુધી ચાલુ રહેશે. મીઠાઈ વિક્રેતા રાજીવ અગ્રવાલે કહ્યું કે, અહીં પેડાની માંગ અત્યંત વધારે છે, જ્યારે બીજા એક કંદોઈ ઉદયસિંહ કહે છે કે, ભગવાનના ભોગ માટે 20 ટન મિંગી પાગની માંગની પણ અમને આશા છે.

અન્ય સમાચારો પણ છે...