• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Speaking At The Inauguration Of The 11th Smart School Run By The School Board In Maninagar, The Mayor Said, "AMC Commissioner Joins Hands With BJP."

નિવેદન:મણિનગરમાં સ્કૂલ બોર્ડ સંચાલિત 11મી સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં મેયર બોલ્યા,‘AMC કમિશનર ભાજપની હામાં હા મિલાવે છે’

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ કિરીટ સોલંકીએ કહ્યું, દિલ્હીની સ્કૂલો કરતાં અમદાવાદની સ્કૂલો સારી

મણિનગરમાં મ્યુનિ. સ્કૂલ બોર્ડ સંચાલિત સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ પ્રસંગે બુધવારે મેયર કિરીટ પરમારે ‘આરોગ્ય અને શિક્ષણને વિશેષ પ્રાધાન્ય આપનાર અને ભાજપની હામાં હા મિલાવનાર તરીકે મ્યુનિ. કમિશનરનો પરિચય આપ્યો હતો.’ મેયરની આ વાત સાંભળી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ ચોંકી ગયા હતા.

શાળાના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ પશ્વિમના સાંસદ કિરીટ સોલંકીએ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને ઉદ્દેશીને કહ્યું કે, ‘શિક્ષણ એ શેરનીના દૂધ જેવું છે જે પીવે છે તે દહાડે છે’ તેમણે કહ્યું કે, અમદાવાદ અને દિલ્હીની સ્કૂલોની સરખામણી કરીને જોઈ લો. અમદાવાદની સ્કૂલો દિલ્હીની સ્કૂલો કરતા અનેકગણી સારી છે. હાલ શહેરમાં મ્યુનિ. સંચાલિત 11 સ્માર્ટ સ્કૂલો છે. મ્યુનિ. કમિશનર લોચન સહેરા, સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા સહિતના મ્યુનિ. પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સ્માર્ટ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ડિજિટલ બોર્ડ અને લેપટોપની સુવિધા હતી. ચેરમેન સુજય મહેતાએ કહ્યું કે હાલ મ્યુનિ. કોર્પોરેશનની 52 અંગ્રેજી માધ્યમની શાળાઓ છે જેમાં લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન માટે વેઈટિંગમાં છે.

અન્ય સમાચારો પણ છે...