વાદ-વિવાદ:નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર દર્શકે book my show હાય હાય ના નારા સાથે ધરણાં અને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
book my show હાય હાયના નારા લગાવી દર્શકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી - Divya Bhaskar
book my show હાય હાયના નારા લગાવી દર્શકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી
  • તેજસને દોઢ કલાક સુધી ત્યાંના અધિકારીઓ સાથે તેમને રકજક થઈ
  • ઘણા બધા લોકોને ઓનલાઇન બુક કરાવેલી ટિકિટની કોપી લેવા ઘણું દૂર જવું પડે છે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. આજે શનિવારના કારણે સ્ટેડિયમમાં મેચ જોવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઓફલાઈન ટિકિટ બુક કરાવ્યા બાદ સ્ટેડિયમ પર સીધો પ્રવેશ ન મળતો હોવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ પ્રકારની હાલાકી સર્જાતા સ્ટેડિયમની બહાર લોકોએ હોબાળો કર્યો હતો. જેમાં એક વ્યકિતએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર book my show હાય હાયના નારા લગાવી આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી.

હાલાકી ઉભી થતા આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી
તેજસ દેસાઈ નામના વ્યક્તિ તેમના પુત્ર સાથે મોટેરા સ્ટેડિયમ ખાતે મેચ જોવા માટે આવ્યા હતા. તેજસભાઈએ 2500 રૂપિયાની 2 ટિકિટ book my show પરથી બુક કરાવી હતી. ટિકિટ બુક કરાવ્યા બાદ તેઓ સીધા સ્ટેડિયમ જ પહોંચ્યા હતા અને સ્ટેડિયમ આવ્યા બાદ તેમને જાણવા મળ્યું કે, ઓનલાઇન બુક કરાવેલી ટિકિટની કોપી લેવા માટે તેમને 1 કિમી દૂર વિસત પાસે જવું પડશે. તેમની પાસે ઓનલાઈન ટિકિટ તો હતી જ તેમ છતા સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં ન આવતા તેજસે સ્ટેડિયમ બહાર જ હોબાળો કર્યો હતો અને book my show હાય હાયના નારા લગાવ્યા હતા. તેમને આ પ્રમાણેની હાલાકી સર્જાતા સ્ટેડિમની બહાર જ ધરણાં પર બેસી જવાની તથા આત્મહત્યા કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

1 કિમી દૂર ટિકિટ લેવા જવું પડ્યું
તેજસે જણાવ્યું હતું કે, તેમને 2500 રૂપિયાની 2 ટિકિટ એમ 5000 રૂપિયાની ટીકીટ બુક કરાવી છે. તેમ છતાં સ્ટેડિયમમાં તેઓને પ્રવેશ આપવામાં ન હોતો આવ્યો. જેમાં લગભગ દોઢ કલાક સુધી ત્યાંના અધિકારીઓ સાથે તેમને રકજક થઈ હતી અને ત્યારપછી ખાનગી વાહનમાં 1 કિમી દૂર ટિકિટની કોપી લેવા માટે જવું પડ્યું હતું. માત્ર તેજસ જ નહીં ઓનલાઇન ટીકીટ બુક કરાવનારા અનેક લોકોએ સ્ટેડિયમના ધક્કા ખાઇને ટિકિટ લેવા માટે ઘણું દૂર જવું પડતું હોય છે. જેના કારણે લોકોમાં પણ ભારે રોષ ફેલાઈ ગયો છે.