તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • SP Of CID Crime Haresh Dudhat Taught Lesson To Vegetable Sellers To Weigh In Advance So As Not To Overwhelm Crowd In Covid 19 Containment Area Of Ahmedabad

કોરોના સામે જંગ:શાકભાજી વેચનારને લોકોની ભીડ ન ઉમટે તે માટે અગાઉથી વજન કરી રાખવા CID ક્રાઈમના SPએ પાઠ ભણાવ્યા

અમદાવાદ4 મહિનો પહેલા
  • પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને લોકો કઈ રીતે ઓછા ભેગા થાય તે માટે દરેક ફેરિયાને સમજાવ્યા

કોરોનાના કારણે શહેરના 10 વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. આજથી આ વિસ્તારો સહિતના વિસ્તારોમાં શાકભાજી, કરીયાણું મળવા લાગ્યું છે. ત્યારે કોરોના સામેના જંગમાં ખાસ ડ્યૂટી માટે CID ક્રાઈમના SP હરેશ દુધાતને ઉતારાયા છે. તેણે સરસપુર અને ગોમતીપુર વિસ્તારમાં લોકોના ટોળા ન વળે તેના પાઠ ભણાવ્યા હતા. શાકભાજી વેચનારને અગાઉથી જ શાકભાજી વજન કરીને રાખવાની હિમાયત કરી હતી.

લોકોને સમજાવવા ખુદ અધિકારીએ ઉતરવું પડ્યું

અમદાવાદ હોટસ્પોટ છે તેવા સમયે હવે અમદાવાદમાં ધીમે ધીમે દુકાન અને અન્ય વસ્તુ વેચવા માટે છૂટછાટ આપવા તરફ વિચારણા કરી છે. આજથી શરૂ થયેલી દુકાનો અને શાકભાજીની લારીઓ પર ભીડ ભેગી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે આઇપીએસ અધિકારી ખુદ લોકોને જઇને સમજાવી રહ્યા છે. જેમાં અગાઉથી શાકભાજી કરીયાણું તોલીને રાખવા જેથી ઝડપથી ભીડ ઓછી થાય અને ટોળા ભેગા ન થાય.

CID ક્રાઈમના SP સજાવવા નીકળ્યા

ગોમતીપુર, સરસપુર અને આસપાસના વિસ્તારમાં આજથી અનાજ અને શાકભાજી વેચવાનું શરૂ થઈ ગયું છે. આ દરમિયાન શાકભાજીની લારીવાળા જેને સૂપર સ્પ્રેડર માનવાના આવે છે તેઓને સમજાવવા ખુદ ઉચ્ચ પોલીસ અધિકારી CID ક્રાઈમના SP હરેશ દુધાત સામે આવ્યા હતા. હાલ કોરોનામાં ખાસ ફરજ પર અમદાવાદ આવેલા હરેશ દુઘાત ગોમતીપુર અને આસપાસના વિસ્તારમાં શાકભાજીનીં લારીઓવાળા અને અન્ય લોકો કે જે આજથી દુકાનો શરૂ કરી છે ત્યાં જઈને કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સ થાય અને કઈ રીતે લોકો એક જ જગ્યાએ ભેગા ન થાય તે માટે સમજાવ્યા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો