તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે, ગીરગઢડાના થોરડીમાં શિક્ષકદિને શિક્ષકની શાળામાં આત્મહત્યા, પેરાલિમ્પિક્સના છેલ્લા દિવસે ઈન્ડિયાને 2 મેડલ

અમદાવાદ13 દિવસ પહેલા

નમસ્કાર,
આજે સોમવાર છે, તારીખ 6 સપ્ટેમ્બર, શ્રાવણનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા.
2) અમદાવાદની સાબરમતી નદીમાં છોડાતાં કેમિકલો મામલે કોર્ટ મિત્ર એકમોનું નિરીક્ષણ કરશે, કેમિકલ છોડનારા એકમો સામે પગલાં લઈ શકે.
3) RTEમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરવાનો છેલ્લો દિવસ, પ્રવેશ કન્ફર્મ નહીં કરાય તો એડમિશન રદ થશે.
4) PM મોદી હિમાચલ પ્રદેશમાં હેલ્થકેરવર્કર અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) 'હું નોકરી-ઉચ્ચ અધિકારીઓથી કંટાળી ગયો છું, જીવવું નથી..'શિક્ષકે શાળામાં જ ગળાફાંસો ખાધો, દીકરીને વ્હોટ્સએપ કરી સુસાઈડ નોટ
શિક્ષકદિને જ ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામે શાળામાં જ એક શિક્ષકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ત્યાર બાદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક શિક્ષકે બે ટીપીઓ(તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી) અને એક આચાર્યના ત્રાસથી જીવન ટુંકાવ્યાનું પગલું ભર્યું હોવાનો સનસનીખેજ વિગતો લખી છે. મૃતકની દીકરીએ જણાવ્યું કે, આત્મહત્યા પહેલા સ્યૂસાઈડ નોટ વોટ્સએપ કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) બોન્ડના કારણે 100 ટકા પ્રજ્ઞાચક્ષુ શિક્ષક દંપતી એકબીજાથી 800 કિ.મી. દૂર, પતિની સુરતમાં તો પત્નીની કચ્છના અંતરિયાળ ગામમાં નોકરી
દર વર્ષની 5 સપ્ટેમ્બરે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકદિન નિમિત્તે આજે એક એવા પ્રજ્ઞાચક્ષુ શિક્ષક દંપતીની વાત કરવી છે, આ પ્રક્ષાચક્ષુ દંપતીનો કિસ્સો સરકારની આંખ ઉઘાડે એવો છે. જેમાં 100 ટકા પ્રજ્ઞાચક્ષુ એવા પત્ની પોતાના ઘર એવા સુરતથી 800 કિલો મીટર દૂર આવેલા કચ્છના અબડાસાના અંતરિયાળ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં નોકરી કરે છે.
વાંચો સમાચાર વિગતવાર

3) પ્રેમીએ પ્રેમિકાની બ્લેડથી ગળું કાપી ક્રૂર હત્યા કરી, શરીરના અલગ-અલગ ટુકડા કરી ફેંકી દીધા, સુરત પોલીસે પકડી પાડ્યો
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલમાંથી 24 ઓગસ્ટના રોજ મળી આવેલી હત્યા કરી ફેંકી દેવાયેલી મહિલાની ઓળખ કરી હત્યારાને સુરત પોલીસે પકડી પાડ્યો છે. મૃતક મહિલા સુરતની હતી.જ્યારે તેની હત્યા પ્રેમી દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પ્રેમિકાની હત્યા કરી ચહેરાની ઓળખ ન થાય એ માટે નિર્દયતા પૂર્વક મોઢાની ચામડી કાઢી નાખ્યા બાદ તમામ અંગો કાપી ફેંકી દીધા હોવાની હત્યારા પ્રેમીએ કબૂલાત પણ કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

4) ટોક્યો પેરાલિમ્પિક્સનું સમાપન, છેલ્લા દિવસે ઈન્ડિયાને 1 ગોલ્ડ સહિત 2 મેડલ; કુલ 5 ગોલ્ડ સહિત 19 મેડલ
ભારતે રવિવારે ટોક્યોમાં છેલ્લા દિવસે 5મો ગોલ્ડ મેળવ્યો હતો. કૃષ્ણા નાગરે બેડમિન્ટનમાં ગોલ્ડ જીત્યો છે. બેડમિન્ટનમાં નોઇડાના ડીએમ સુહાસ યથિરાજ ફાઇનલ મેચમાં ફ્રેન્ચ ખેલાડી લુકાસ મઝુર સામે હારી ગયા હતા.પરંતુ તેણે સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો. આ સાથે જ ઈન્ડિયાએ 5 ગોલ્ડ મેડલ સાથે સમગ્ર ગેમ્સમાં 19 મેડલ જીત્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ધ મોર્નિંગ કન્સલ્ટનો સર્વે, નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, અમેરિકાના રાષ્ટ્રપતિ 5મા અને બ્રિટિશ વડાપ્રધાન 8મા નંબરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં આ વાત પ્રકાશમાં આવી છે. સર્વે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રૂવલ રેટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સહિત વિશ્વનાં 13 રાષ્ટ્ર પ્રમુખોને પાછળ છોડી દીધા છે. પીએમ મોદીનું એપ્રૂવલ રેટિંગ 70 ટકા કર્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

6) રવિ શાસ્ત્રી કોરોના પોઝિટિવ, હેડ કોચ સહિત સપોર્ટ સ્ટાફના 4 મેમ્બર આઇસોલેટ કરાયા
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલ ટેસ્ટના ચોથા દિવસની ગેમ શરૂ થાય એ પહેલાં હેડ કોચ રવિ શાસ્ત્રી સહિત ઈન્ડિયન ટીમના સપોર્ટ સ્ટાફના સભ્યોને આઇસોલેશનમાં રખાયા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા છે. BCCIએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું- અમારી મેડિકલ ટીમે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ બી અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને ફિઝિયોથેરાપિસ્ટ નીતિન પટેલને સાવચેતીના પગલે આઇસોલેટ કર્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) સુરતમાં બેફામ આવતી કાર નીચે બે વર્ષની માસૂમ કચડાઈ, દીકરીને વ્હીલ નીચે જોઈ માતાનું માતાનું હૃદય ધ્રૂજી ગયું, કારચાલક ફરાર.
2) અમદાવાદની સગીરાને મુંબઈના બે વિધર્મી યુવકોએ પ્રેમજાળમાં ફસાવીને એક્ટિંગ-ડાન્સિંગના બહાને બોલાવી, પોલીસે સમયસર બચાવી લીધી.
3) શિક્ષણ વિભાગના વહીવટીતંત્ર માટે IAS-IPSની જેમ IES લાવવા ટ્વિટર પર અભિયાન, @PMOને ટેગ કરીને ટ્વીટ કર્યાં.
4) કેરળમાં હવે નિપાહનું જોખમ, કોઝિકોડમાં નિપાહ વાઇરસથી 12 વર્ષના બાળકનું મૃત્યુ, રાજ્યમાં 2 વર્ષ બાદ ફરી જોવા મળ્યો આ વાઈરસ.
5) પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 3 અર્ધલશ્કરી દળના જવાન માર્યા ગયા, 18 પોલીસકર્મીઓ સહિત 20 લોકો ઈજાગ્રસ્ત.

આજનો ઈતિહાસ
વર્ષ 1913માં આજના દિવસે દક્ષિણ આફ્રિકામાં ભારતીય ખાણમજૂરોની રેલીનું નેતૃત્વ કરવા બદલ મહાત્મા ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી.

અને આજનો સુવિચાર
વગર લેવા-દેવા કંઈ સૂચન કરવું કે સુધારવા મંડી પડવું એ પણ એક અહંકારની પેદાશ છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...