તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન વિભાગની આગાહી:દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

અમદાવાદ19 દિવસ પહેલા
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી.
  • નવસારી, વલસાડ દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • અમદાવાદમાં માત્ર વરસાદી ઝાપટાં પડવાની આગાહી
  • રાજ્યભરમાં વરસાદની હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીની આગાહી

રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી તથા સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

વરસાદની ફાઈલ તસવીર.
વરસાદની ફાઈલ તસવીર.

છેલ્લા 24 કલાકમાં 147 તાલુકામાં વરસાદ
સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સાંજ અને રાતના સમયે મધ્યમ વરસાદની પડવાની સંભાવના છે. ભારે વરસાદની આશંકાને પગલે માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. બીજી બાજુ, ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવાઈ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 19.72 ટકા વરસાદ નોંધાયો છે.

ઉપરવાસમાં ભારે વરસાદ થતાં પૂર નખત્રાણામાં આવતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.
ઉપરવાસમાં ભારે વરસાદ થતાં પૂર નખત્રાણામાં આવતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.

રાજ્યમાં સીઝનનો 19.72 ટકા વરસાદ
સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો ગઈકાલ સુધીમાં કુલ 19.31 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં ચોમાસાની અત્યારસુધીની સીઝનનો સરેરાશ 23.29 ટકા વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 17.87 ટકા વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો 18.86 ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીની કુલ સીઝનનો 19.97 ટકા જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યારસુધીનો કુલ 19.46 ટકા વરસાદ થયો છે.

અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે રવિવારે વરસાદ બાદની સ્થિતિ.
અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે રવિવારે વરસાદ બાદની સ્થિતિ.

અમદાવાદમાં મંગળવારે 35.6 ડીગ્રી તાપમાન
બીજી બાજુ, વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં ઘટાડો થવાની સાથે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ હજુ પણ લોકોને બફારો સહન કરવો પડી રહ્યો છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.4 ડગ્રી વધીને 35.6 ડીગ્રી તેમજ લઘુતમ તાપમાન 27.0 ડીગ્રી નોંધાયું હતું.