તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડતાલ:અમદાવાદ સિવિલમાં કોવિડ ડ્યૂટી સોંપાતા કોન્ટ્રાક્ટ પરના સ્ટાફની પગાર વધારાની માગ સાથે હડતાલ, દર્દીઓની હાલત કફોડી

અમદાવાદ19 દિવસ પહેલા
  • સિવિલમાં સ્ટાફને કોવિડ ડ્યૂટી માટે સૂચના અપાઈ પણ માંગ સાથે કેટલાક કર્મચારી વિરોધ કરવા લાગ્યા
  • સ્ટાફે કોન્ટ્રાક્ટર સામે 10 હજારની જગ્યાએ 18 હજાર પગાર અને રહેવાની વ્યવસ્થા કરી આપવા માગણી કરી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાનાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેવા સમયે હોસ્પિટલમાં સ્ટાફની અછત હોવાથી સિવિલ સુપ્રિટેન્ડન્ટે આઉટ સોર્સિંગ કોન્ટ્રાક્ટર પાસે સ્ટાફની માગણી કરી પણ કેટલોક સ્ટાફ કામ કરવાને બદલે હડતાળ પર ઉતરી ગયો છે. આ અંગે સુપ્રિટેન્ડન્ટ ખુદ કહે છે કે, કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે, તો સ્ટાફ પ્રોવાઈડ કરવાની જવાબદારી પણ તેમની છે. કોન્ટ્રાક્ટર અને આઉટ સોર્સિંગનો સ્ટાફ બંનેએ પોતાની ફરજ બજાવવાની હોય.

આઉટ સોર્સિંગ સ્ટાફ હડતાળ પર
કોરોનાના કેસ વધતા 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરવામાં આવી રહ્યા છે. દર્દીઓ વધુ સંખ્યામાં દાખલ થતાં સિવિલ હોસ્પિટલના ડોકટર અને નર્સિંગ સ્ટાફ પણ કોવિડ વોર્ડમાં ડ્યુટીમાં બજાવી રહ્યા છે. ત્યારે દર્દીઓ માટે અન્ય એટેન્ડન્ટની પણ જરૂર હોવાથી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરની રાજદીપ કંપનીને જવાબદારી સોંપવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલમાં રાજદીપના કેટલાક માણસો કોન્ટ્રાક્ટ દ્વારા OT આસિસ્ટન્ટમાં કામ કરી રહ્યા છે. જેમને હાલ કોઈ કામના હોવાથી કોવિડ વોર્ડમાં દર્દીના એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવવા કહ્યું હતું. પરંતુ કર્મચારીઓને કોવિડ વોર્ડમાં કામ ના કરવું હોવાથી કોન્ટ્રાક્ટર સામે બળવો કરી રહ્યા છે.

સિવિલમાં કોન્ટ્રાક્ટર અને આઉટ સોર્સિંગ સ્ટાફ સામ સામે
સિવિલમાં કોન્ટ્રાક્ટર અને આઉટ સોર્સિંગ સ્ટાફ સામ સામે

સ્ટાફે કોન્ટ્રાક્ટર સામે કરી માગણીઓ
રાજદીપ કંપનીના માણસોએ 10,000 પગારની જગ્યાએ કોવિડ વોર્ડમાં ફરજ બજાવવા માટે 18,000 પગારની માંગણી કરી હતી. ઉપરાંત ફરજ બાદ ઘરે ના જવાના બદલે સંક્રમણ ના ફેલાય તે માટે હોસ્ટેલ કે રૂમ ફાળવવા માંગણી કરી હતી. ગઈકાલે 100 જેટલા કર્મચારીઓ હડતાળ પર હતા. ત્યારે આજે સવારે 12-15 જેટલા સ્ત્રી અને પુરુષ કર્મચારીઓ હડતાળ પર હતા. કર્મચારીઓની માંગણી કોન્ટ્રાક્ટ પરની કંપની સાથે હતી. આઉટ સોર્સિંગ માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, તેમ છતાં કેટલાક મળતીયાઓના કારણે સિનિયર ડોક્ટરને અવગણીને સમગ્ર સિસ્ટમ પર પડદો પાડી દેવામાં આવે છે. જે સ્થિતિના કારણે દર્દીઓને સહન કરવું પડે છે.

OTમાં કામ ના હોવાથી કોવિડ વોર્ડમાં ડ્યૂટી અપાઈ
આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.વી.મોદીએ જણાવ્યું હતું કે, OT(ઓપરેશન થિયેટર)માં હાલ કોઈ કામ નથી તો કર્મચારીઓને કોવિડ વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમને રાજદીપ કંપની સાથે જ કર્મચારીઓ માંગ્યા હતા અને કંપનીએ કર્મચારીઓને કોવિડ વોર્ડમાં ડ્યુટી આપી હતી. સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કરનારી કંપનીને મહિને કરોડો રૂપિયાનું બિલ ચૂકવવામાં આવે છે તો તેમની પાસેથી કામ પણ લેવું જરૂરી છે. કર્મચારીઓ હોસ્ટેલ કે રૂમની માંગણી કરે છે પરંતુ અત્યારે અમે અને અમારી સાથે બીજા ડોકટર અને મેડિકલ સ્ટાફ રોજ ડ્યુટી બાદ ઘરે જ જઈએ છે અને રોજ ડ્યુટી માટે આવી છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો