તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં સવારથી જ સોની બજાર, કાપડ માર્કેટની દુકાનો બંધ, રોડ પર અવર-જવર ઓછી થઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસ સુધી સોની બજાર, કાપડ માર્કેટ તેમજ ઇલેક્ટ્રીકની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો

અમદાવાદ: કોરોના વાઈરસની માહામારીના પગલે રવિવારે જનતા કર્ફ્યુ પાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે. ત્યારે બીજીતરફ આજથી જ ત્રણ દિવસ એટલે મંગળવાર સુધી અમદાવાદના ગાંધીરોડની તમામ દુકાનો, સોની બજાર, કાપડ માર્કેટ તેમજ ઇલેક્ટ્રીકની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 
આજે સવારથી જ ગાંધીરોડ વિસ્તારની તમામ દુકાનો, કાપડ માર્કેટ તેમજ સોની બજારની દુકાનો બંધ રહી હતી. વેપારીઓએ સ્વયંમભૂ રીતે ત્રણ દિવસ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત આજે સવારથી શહેરના મોટાભાગના રોડ પર સામાન્ય દિવસો કરતા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. નાની દુકાનો તેમજ ખાણીપીણી તેમજ પાનના ગલ્લાઓ પણ બંધ જોવા મળ્યા હતા. રાજ્યમાં 8 કેસ પોઝિટિવ આવતા લોકોમાં ધીરે-ધીરે ગભરાહટનો માહોલ ફેલાઈ રહ્યો છે. લોકો સંક્રમણથી બચવા માટે હવે ઘરમાં જ જોવા મળી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...