તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હંગામો:બાપુનગરની રઘુનાથ હિન્દી સ્કૂલના ટ્રસ્ટીના પુત્રએ દારૂ પી શિક્ષકો સાથે ગેરવર્તણૂક કરતાં ધરપકડ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સ્કૂલમાં પહોંચી ત્યારે સ્કૂલના સ્થાપકનો પુત્ર નશામાં હતો, દારૂ પી સ્કૂલમાં આવતો હોવાનો આક્ષેપ

બાપુનગરમાં આવેલી રઘુનાથ હિન્દી હાઈસ્કૂલના સ્થાપકના પુત્રે દારૂ પીધેલી હાલતમાં સ્કૂલમાં આવીને શિક્ષકો સાથે અસભ્ય વર્તન કર્યું હોવાની માહિતીના પગલે પોલીસે સ્કૂલમાં જઈ તપાસ કરતા સ્થાપકનો પુત્ર દારૂના નશામાં હોવાનું જણાયુ હતું.

પોલીસ સૂત્રોથી મળતી માહિતી અનુસાર બાપુનગર વિસ્તારમાં ડી માર્ટની સામે આવેલી રઘુનાથ હિન્દી હાઈસ્કૂલમાં સોમવારે સવારે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું હતું.આ દરમિયાન પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટીનો પુત્ર ચેતન યાદવ દારૂ પીધેલી હાલતમાં ત્યાં આવ્યો હતો અને સ્કૂલનો દરવાજો બંધ કરીને શિક્ષકો સાથે ગેરવર્તન કરવા લાગ્યા હતા. ચેતન યાદવની આવી હરકતોના કારણે શિક્ષકોએ તંગ આવીને 100 નંબર પર ફોન કર્યો હતો.આથી બાપુનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા ચેતન યાદવ દારૂ પીધેલી હાલતમાં હોવાનંુ જણાતા તેના વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.

આ અંગે સ્કૂલના આચાર્ય મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, ચેતન યાદવ રઘુનાથ સ્કૂલના સ્થાપક રામકૃષ્ણ યાદવનો પુત્ર છે. દરરોજ તે દારૂ પીધા પછી સ્કૂલે આવે છે. તેણે આવું ઘણી વાર કર્યું છે. સોમવારે સવારે શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન તે દારૂના નશામાં આવ્યો હતો અને તોફાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...