અમદાવાદ:બોપલમાં નિવૃત્ત DySPના પુત્રે પિતાની રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો, આત્મહત્યાનું કારણ અકબંધ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતાની ગેરહાજરીમાં પુત્ર એ આત્મહત્યા કરી - Divya Bhaskar
પિતાની ગેરહાજરીમાં પુત્ર એ આત્મહત્યા કરી
  • શેલાના મોનાર્ક સિટીમાં રહેતા સમીર ભરવાડે મોડે સુધી પરિવાર સાથે વાતાચીત કરી પછી પગલું ભર્યું

શહેરના શેલા ગામ પાસે મોનાર્ક સિટીમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રે કોઈ કારણોસર પિતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. અધિકારીના પુત્રે કયા કયા કારણોસર આ પગલું ભર્યંુ તે અંગે હાલના તબકકે કોઈ પણ માહિતી બહાર આવી નથી.

રાત્રે 3 વાગ્યાની આસપાસ બન્યો બનાવ
બોપલ પોલીના જણાવ્યાનુસાર, નિવૃત ડીવાયએસપી સી. જે. ભરવાડના પુત્ર સમીર તેમની પત્ની અને પુત્ર સાથે શેલા ગામ પાસે આવેલી મોનાર્ક સિટીમાં રહેતા હતા. શુક્રવારે મોડી રાત સુધી પરિવાર સાથે વાતો કર્યા બાદ તેઓ પોતાના બેડરૂમમાં ગયા હતા અને રાતના લગભગ 3 વાગ્યાની આસપાસ પિતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હતો. સમીરને હોસ્પિટલ ખસેડાય તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટના સમયે નિવૃત પોલીસ અધિકારી સી.જે. ભરવાડ કોઈ કામસર બહાર ગયા હતા તે દરમિયાન ઘટના બની હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. હાલ પોલીસને કોઈ સ્યુસાઇટ નોટ કે અન્ય કોઈ વસ્તુ હાથ લાગી નથી જેના આધારે આત્મહત્યાની પાછળનું કારણ જાણી શકાય. 

સમીર કેમ્બે હોટેલમાં નોકરી કરતો હતો
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મૃતક સમીર ભરવાડ અમદાવાદની કેમ્બે હોટેલમાં છેલ્લા કેટલાક સમયથી નોકરી કરતા હતા. જોકે લાૅકડાઉન હોવાથી નોકરીએ જતા ન હતા. શુક્રવારે પરિવાર સાથે મોડી રાત સુધી વાતો કર્યા બાદ તેમણે બેડરૂમમાં જઈને અંતિમ પગલું ભર્યું હતંુ. પોલીસે પરિવારજનોના નિવેદનના આધારે ઘટનાના કારણની તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...