તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમીની જાહેરમાં હત્યા:માતાએ પ્રેમી સાથે ભાગી લગ્ન કર્યા તો પુત્રએ મિત્ર સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો, ફરાર આરોપીઓ CCTVમાં કેદ

અમદાવાદ25 દિવસ પહેલા
  • માતા સાથે લગ્ન કર્યાનો બદલો લેવા બાવળામાં પુત્રે માતાના પ્રેમીનું કાસળ કાઢી નાખ્યું

બાવળામાં મહિલા તેના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. આ વાતની જાણ પુત્રને થતા પુત્રએ માતાના પ્રેમીને જ રસ્તામાંથી હટાવી દેવા કારસો રચ્યો હતો. જેમાં પુત્ર અને તેના બે મિત્ર ભેગા મળીને માતાના પ્રેમીને મારી નાખ્યો હતો. હત્યા કરીને ભગતા આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા છે. આ બનાવ અંગે હાલ સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હત્યા પહેલા આરોપીઓ મૃતકના ઘરે ગયા હતા અને મહિલાને પાછી મોકલી દેવાનું કહ્યું હતું પણ આમ ન થતા ચાકુના ઘા મારી હત્યાને અંજામ આપ્યો છે.

CCTV કેદ થયા આરોપીઓ
બાવળા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાનો બનાવ બન્યા બાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું દેખાઈ રહ્યું છે. ત્રણ જેટલા વ્યક્તિ અહીંયા આવે છે અને સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી નાખે છે.

થોડા સમય પહેલા જ મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા
બનાવ વિશે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બાવળામાં આવેલી કેરાળા GIDC વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા અરવિંદ બેલદારની હત્યા કરી દેવામાં આવી છે. અરવિંદના ભાઈ ભરતભાઈએ આ મામલે પોલીસ ફરિયાદ આપી હતી, અરવિંદભાઈએ થોડા દિવસ અગાઉ મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને પોતાની સાથે લઈને આવી ગયા હતા. આ બનાવ બાદ મહિલાના પુત્ર, ભાઈ અને અન્ય એક વ્યક્તિએ મરનારના ઘરે આવીને ધમકી આપી હતી. જોકે, આ ધમકી બાદમાં હત્યાનો બનાવ બન્યો હતો.

હત્યા પહેલા ઘર જઈ ધમકીઓ આપી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, 31મી ઓગસ્ટની રાત્રે નયન બેલદાર, રાજુ બેલદાર અને અન્ય એક અજાણ્યા વ્યક્તિએ GIDCમાં આવીને હત્યાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. એવી પણ વિગત મળી છે કે, થોડા દિવસો પહેલા આરોપીઓ જ્યારે ફરિયાદીના ઘરે ગયા હતા ત્યારે ધમકી આપી હતી કે, મહિલાને પાછી નહીં આપો તો તેને પતાવી દેશે. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપીઓને શોધવા અલગ અલગ ટીમ કામ કરી રહીં છે.

અન્ય સમાચારો પણ છે...