આપઘાતનો પ્રયાસ:અમદાવાદના સોલામાં સાસરિયા પાસેથી 2.50 ટકા વ્યાજે પૈસા લેનારા જમાઈએ ત્રાસ અને ધમકીથી કંટાળી 11મા માળેથી પડતું મૂક્યું

અમદાવાદ12 દિવસ પહેલા
  • યુવકે પત્ની, સાળી અને સસરા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા
  • પાંચ વર્ષમાં મૂડી કરતા પણ વધુ વ્યાજ ચૂકવ્યું છતાં ઉઘરાણી ચાલું હતી

શહેરમાં સ્ત્રીઓ પર અત્યાચારના કિસ્સાઓ અવારનવાર બનતા રહે છે, ત્યારે આ વચ્ચે એક પતિએ પત્ની સહિત સાસરીયા પર અત્યાચાર કર્યાનો આક્ષેપ મૂક્યો છે. આ યુવકે સાસરીયા પાસેથી 2.50 વ્યાજે પૈસા લીધા હતા, જે મૂળ રકમથી પણ વધુ વ્યાજ ચૂકવી દિધા છતાં તેની પાસે ઉઘરાણી કરાતી હતી. જેથી સાસરીયાના ત્રાસથી કંટાળીને યુવકે 11મા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ યુવકની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

સાસરિયાના ત્રાસથી યુવકને આપઘાતનો પ્રયાસ
ઘટનાની વિગતો મુજબ, સોલા વિસ્તારમાં સાયન્સ સીટી ખાતે રહેતા કમલેશભાઈનો મોટો દીકરો ધ્રુવ સોલા ખાતે તેની પત્ની અને દીકરી સાથે ભાડાના મકાનમાં રહે છે. જોકે 6 મેના રોજ સાંજે કમલેશભાઈને તેમના ભાણાનો ફોન આવ્યો જેણે જણાવ્યું કે, તેમના દીકરા ધ્રુવને 108 દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે. જેથી કમલેશભાઈ તેમના પત્ની સાથે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમને દીકરાએ 11મા માળેથી આપઘાત કરવા પડતું મૂક્યું હોવાની જાણ થઈ હતી.

પત્ની, સાળી અને સસરા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા
આ બાદ રમેશભાઈને દીકરાના એક્ટિવાની ડેકીમાંથી તેનો ફોન મળ્યો હતો. આ ફોનમાં દીકરાના અક્ષરમાં લખેલી સુસાઈડ નોટનો ફોટો હતો. જેમાં લખ્યું હતું કે, 'પત્ની રીન્કુના પરિવારવાળા માત્ર ને માત્ર પૈસા માટે સંબંધ રાખે છે. મેં રીન્કુ, તેની બહેન તથા સસરા પાસેથી પાંચ વર્ષથી 2.50 વ્યાજ સાથે પૈસા લીધા હતા જે ચૂકવી દીધા છે અને વ્યાજ એટલું આપ્યું કે મૂડી કરતા પણ વધી જાય. જ્યારે ધંધો ચાલતો ન હતો ત્યારે પત્નીએ પૈસા પાછા માંગ્યા હતા. મેં પૈસા આવશે એટલે આપી દઈશ તેવું કહ્યું છતાંય ઉઘરાણી કરતા હતા. પત્ની, સાળી તથા સસરા સહિતના લોકો ઉઘરાણી કરી દહેજ માગવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા, જેથી કંટાળીને અંતિમ પગલું ભરૂ છું.' તેમ આ ચિઠ્ઠીમાં લખેલું લખાણ મળી આવ્યું હતું.

10-12 લાખ રૂપિયા પાંચ વર્ષ પહેલા લીધા હતા
આરોપીઓએ પૈસા માટે ખૂબ દબાણ કરી ન આપવા પર દહેજના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. યુવકે આ સાસરિયાઓ પાસેથી પાંચેક વર્ષ પહેલા 10-12 લાખ લીધા હતા અને વ્યાજ સાથે ચૂકવ્યા છતાંય ત્રાસ આપતા સહન ન થતા આખરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર બાબતને લઈને સોલા પોલીસ સ્ટેશનમાં પત્ની, તેની બહેન તથા સસરા સામે વ્યાજખોરીનો અને ધમકી આપી હોવાનો ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...