તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પાલડીમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે ભાજપ અગ્રણીના જમાઈએ પોલીસ ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ અગ્રણીઓએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચી મામલો થાળે પાડ્યો

ભાજપના એક નેતા અને કોર્પોરેશનમાં ગઈ ટર્મમાં મહત્વનો હોદ્દો ધરાવનાર એક અગ્રણીના જમાઈએ પોલીસ જવાન ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર મામલો એલિસબ્રિજ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ભાજપના આગેવાનો એલિસબ્રિજ પોલીસ સ્ટેશને પહોંચતા મામલો થાળે પડ્યો હતો. પોલીસે એફઆઈઆર કરવાનું ટાળ્યુ હતું.

ભાજપના એક સિનિયર નેતાના જમાઈ અને પુત્રી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચાર રસ્તા ઉપર ફરજ પર હાજર એક પોલીસ જવાને તેમની કારને અટકાવવા પ્રયત્ન કર્યો હતો. સસરા ભાજપના આગેવાન હોવાથી જમાઈએ કાર રોકવાના બદલે પોલીસ જવાબ ઉપર ચઢાવી દેવા પ્રયત્ન કર્યો હતો. તેમજ પોલીસ જવાન સાથે હાથચાલાકી કરી હતી.

ફરજ પર હાજર પોલીસ સ્ટાફ કાર અને તેના ચાલકને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. બીજી તરફ નેતાના જમાઈએ ફોન ઉપર સંપર્કિત લોકોને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન બોલાવી લીધા હતા. આ નેતાના જમાઈને છોડવવા મણિનગરના ભાજપના નેતાઓ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...