માની દીકરા વિરુદ્ધ ફરિયાદ:મારા દેવાના પૈસા કેમ ચૂકવતા નથી કહીને દીકરાએ માતાને ઢોર માર માર્યો, અમદાવાદના સેટેલાઈટનો બનાવ

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
આનંદનગર પોલીસ સ્ટેશન - Divya Bhaskar
આનંદનગર પોલીસ સ્ટેશન
  • મોટાભાઈને ધાકધમકી આપી ઘરનો સામાન વેર-વિખેર કરી નાનો ભાઈ ફરાર થયો
  • આનંદનગર પોલીસે માતાની ફરિયાદના આધારે દીકરાના વિરુદ્ધમાં ગુનો નોંધી

સેટેલાઈટમાં નાના દીકરાએ તેની માતા અને મોટા ભાઈને મારા પર થયેલા દેવાના પૈસા કેમ તમે ચૂકવતા નથી તેમ કહીને માતાની સાથે મારઝૂડ કરીને ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરીને મોટા ભાઈને ધાકધમકી આપીને ઘરેથી ચાલ્યો ગયો હતો. જેથી માતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેના નાના દીકરાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માતા અને મોટોભાઈ ઘરે હતા ત્યારે નાનો ભાઈ આવી ચડ્યો
સેટેલાઈટના વૃંદાવન સોસાયટીમાં ચેતનાબહેન તેમના બે દીકરા અને સાથે રહે છે અને ચેતનાબહેન હાલ નિવૃત જીવન ગુજારે છે. ગત 14 તારીખના રોજ સાંજના સમયે ચેતનાબહેન તેમના મોટા દીકરા કૃનાલ સાથે ઘરે હાજર હતા. ત્યારે નાનો દીકરો ધૂન ત્યાં આવ્યો હતો અને ઘરનું ડી.વી.આર ખોલવા લાગ્યો હતો. નાનો દીકરો કહેવા લાગ્યો કે, તું મારા ઉપર જે દેવુ થઈ ગયેલ છે તેના પૈસા કેમ તમે ચૂકવતા નથી તેમ કહી ચેતનાબહેન સાથે ઝધડો કરવા લાગ્યો હતો.

માતાને લાફા મારી દીધા
એટલું જ નહીં, માતા ચેતનાબહેનને બે-ત્રણ લાફા પણ મારી દીધા હતા અને ઘરનો સામાન વેરવિખેર કરવા લાગ્યો હતો. જેથી મોટો દીકરો કૃનાલ વચ્ચે પડ્યો તો નાના દીકરા ધૂને તેને પણ ધાકધમકીઓ આપી હતી. જેથી કૃનાલે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. જેની જાણ નાના દીકરા ધૂનને થતાં તે ઘરમાં ભાગી ગયો હતો. બાદમાં ચેતનાબહેને તેમના નાના દીકરા ધૂન ઠક્કરના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...