તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:નવા વાડજમાં દીકરા તથા નિવૃત્ત પોલીસકર્મી 2 ભાઈ પર લાકડીથી તૂટી પડ્યાં, કોમન પ્લોટમાં ORD બનાવવાનો વિવાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડજ પોલીસ સ્ટેશનમાં યુવકની ફરિયાદ

નવા વાડજમાં ચંદ્રભાગા હાઉસિંગ બોર્ડના કોમન પ્લોટમાં નિવૃત્ત પોલીસકર્મીએ બનાવેલી ગેરકાયદે ઓરડીઓ બાબતે 10 વર્ષથી ચાલતા કેસ વચ્ચે શનિવારે નિવૃત્ત પોલીસકર્મી અને તેના દીકરાએ બે ભાઈઓ પર લાકડીથી હુમલો કર્યો હતો.

નવા વાડજમાં ચંદ્રભાગા હાઉસિંગ બોર્ડમાં રહેતા અજિત નરસિંહભાઈ ચૌહાણ (ઉં.34) ખાનગી કંપનીમાં સેલ્સમેન છે. ભાવસાર હોસ્ટેલ પાસેની બાળગંગા સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસકર્મી જયંતીભાઈ બાવલભાઈ ભરવાડે ચંદ્રભાગા હાઉસિંગના કોમન પ્લોટમાં ગેરકાયદે ઓરડીઓ બનાવીને ભાડે આપી દીધી હતી.

આ બાબતે અજિત અને તેના પરિવારે જયંતી વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો. જ્યારે સામે પક્ષે જયંતીએ પણ કોર્ટમાં કેસ કર્યો હતો. બંને વચ્ચે 10 વર્ષથી કાયદાકીય લડત ચાલી રહી છે. દરમિયાન શનિવારે રાતે જયંતી ભરવાડ અને તેના દીકરા અજયે અજિતના ભાઈ મુકેશ સાથે ઝઘડો કરી લાકડીથી માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં અજિત ત્યાં આવતા જયંતી અને અજયે અજિત પર પણ હુમલો કરતાં ઇજાગ્રસ્ત બંને ભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં અજિતે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જયંતી અને અજય સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...