તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Somnath, Dwarka, Pavagadh, Chotila, Vadtal, Santaram Temple Will Open From 11 Am, Ambaji Temple From 12 Noon; A Decision About Dakor Will Be Made Today

કયા-કયા મંદિરો ખૂલશે?:સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ચોટીલા, વડતાલ, સંતરામ મંદિર 11મીથી, અંબાજી મંદિર 12મીથી ખૂલશે; ડાકોર વિશે આજે નિર્ણય લેવાશે

ટીમ ભાસ્કર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમનાથ મંદિર - ફાઇલ તસવીર - Divya Bhaskar
સોમનાથ મંદિર - ફાઇલ તસવીર
  • અંબાજીમાં શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહિ દેવાય, ચાલતાં જ દર્શન કરવાં પડશે

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. સોમનાથ મહાદેવ મંદિર 61 દિવસ બંધ રહ્યા બાદ 11 જૂનથી ભાવિકો માટે ખુલી જશે. દ્વારકા મંદિર પણ 11મીથી ખુલી જશે.

પાવાગઢ મંદિરની ફાઇલ તસવીર
પાવાગઢ મંદિરની ફાઇલ તસવીર

અંબાજી મંદિર 57 દિવસ બાદ 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. જોકે માતાજીનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહિ દેવાય, તેના બદલે ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે. જ્યારે પાવાગઢ મંદિર 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. એ જ રીતે ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર પણ 11 જૂનથી દર્શનાર્થે ખુલ્લું મુકાશે.

નડિયાદનું સંતરામ મંદિર - ફાઇલ તસવીર
નડિયાદનું સંતરામ મંદિર - ફાઇલ તસવીર

માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર 11થી ખુલશે. ભાવનગરના ખોડીયાર મંદિર 11મીથી ખુલશે જ્યારે બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર 15મી પછી ખુલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખુલશે જ્યારે ડાકોર મંદિર અંગે આજે મીટિંગ મળશે.

અન્ય સમાચારો પણ છે...