તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Somewhere Women's Clothes Were Torn, Somewhere They Fell Like Cattle, From Dahod To Gandhinagar, The Atrocities Against Women Are Still Going On.

ગુજરાતમાં મહિલાઓ પર દમન:ક્યાંક મહિલાના કપડા ફાડ્યા તો ક્યાંક ઢોરની જેમ ઢસડી, દાહોદથી લઈને ગાંધીનગર સુધી મહિલાઓ પર અત્યાચારનો સિલસિલો યથાવત

22 દિવસ પહેલા
  • મહિલા સુરક્ષાના દાવા પોકળ સાબિત થતા હોય તેવી ઘટનાઓ સમયાંતરે સામે આવે છે

ગુજરાત વિશે આખા દેશમાં એક એવી માન્યતા છે કે અહીં અડધી રાત્રે પણ બહેન-દીકરી કોઈ પણ જાતની ચિંતા વગર સુરક્ષિત રીતે ફરી શકે છે. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં જે પ્રકારે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેના કારણે હવે આપણી છબી પણ અન્ય રાજ્યોની જેમ જ ખરડાઈ રહી છે. ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા દાહોદનું કોઈ અંતરિયાળ ગામડું હોય કે પછી રાજધાની ગાંધીનગર હોય. હવે છાશવારે અહીં મહિલાઓ પર અમાનુષી અત્યાચાર ગુજારાતા હોવાનું સામે આવે છે. હજુ તો દસેક દિવસ પહેલાં જ દાહોદના ફતેપુરા તાલુકાના સાગડાપાડામાં 4 શખ્સોએ તેમના જ પરિવારની મહિલાને જનાવરના જેમ મારી હતી. સામાન્ય પારિવારિક ઝઘડામાં મહિલાને જે રીતે માર માર્યો હતો તે ઘટનાના પડઘા હજુ શાંત નથી પડ્યા ત્યાં તો આજે ગાંધીનગરમાં જ એક વિધવા પર અત્યાચાર ગુજારાયો છે. મહિલાઓ પર જે રીતે અત્યાચાર ગુજારાય છે અને તેના કાળજું કંપાવી દે તેવાં આંતરે દિવસે સામે આવતાં દૃશ્યો જોઈને એવું જ લાગે છે કે ગુજરાતના આદિવાસી પટ્ટાનો અભણ નાગરિક હોય કે રાજધાની ગાંધીનગરનો ડોક્ટર હોય, તેમની માનસિકતા પણ તાલિબાનીઓ કરતાં સહેજ પણ ઓછી નથી.

રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાથી મહિલાઓ પર ગુજારાતા દમન અને શોષણના વીડિયો વાઈરલ થઈ રહ્યા હોય છે. ત્યારે આવો વીડિયોના માધ્યમથી જોઈએ કે કેમ રાજ્યમાં મહિલાઓ પર કેવા કેવા સિતમ ગુજારાય છે. આજે એકવીસમી સદીમાં પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબ હોય કે દાહોદના છેવાડાના અભણ લોકો હોય દરેકની માનસિકતા તો મહિલા વિરોધી હોય તેવું લાગે છે.