મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:ક્યાંક બાઈક તો ક્યાંક ઘેટા-બકરા તણાયા, જૂઓ ગુજરાતના વરસાદના 6 દ્રશ્યો

6 મહિનો પહેલા
  • આણંદમાં 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ

ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આણંદમાં તો છેલ્લા બે દિવસથી મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. હજુ પણ આકાશમાં ઘેરાયેલાં કાળાં ડિબાંગ વાદળો જાણે ધરતીને તરબોળ કરવા તૈયાર હોય એમ જણાઈ રહ્યાં છે. શુક્રવારે સવારે આણંદમાં જાણે આભ ફાટ્યું હોય એમ સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો અમરેલીમાં પણ ભારે વરસાદને પગલે સ્થાનિક નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આણંદમાં ધોધમાર વરસાદ:સવારે 4 કલાકમાં 7 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા, રસ્તાઓ પર નદી વહેતી હોય એવાં દૃશ્યો

હરસુરપુર દેવળિયાની સ્થાનિક નદીમાં પૂર આવતાં નદીના પાણી ગામમાં ઘૂસી ગયાં હતાં. જોકે ગામમાંથી વહેતા ધસમસતા પ્રવાહમાંથી અનેક વાહનચાલકોએ પસાર થવાનો જોખમી પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન એક ટૂ-વ્હીલર તણાયું હતું. જોકે એમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરતા તેમનો આબાદ બચાવ થયો હતો. તો હળવદથી 18 કિલોમીટર દૂર આવેલા ચિત્રોડી ગામે આભ ફાટયું હોય એવી સ્થિતિ વચ્ચે જોરદાર વરસાદ તૂટી પડતાં પળવારમાં ગામમાં પાણી પાણીની સ્થિતિ સર્જાઈ હતી.

જળબંબાકારની તસવીરી ઝલક:સુરતમાં 3 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બની ગયા નદી, ગરનાળાઓમાં કેડસમા પાણી ભરાયાં

એક તરફ ફલકું નદી અને એક તરફ બ્રાહ્મણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાઇ જતાં સાંજે પરત ફરી રહેલા બે માલધારીનાં ઘેટાં- બકરાં પણ તણાઈ ગયાં હતાં. જોકે સરકારી તંત્ર હજુ આ બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી કચ્છ સુધી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલના પગલે ક્યાંક હાલાકી પડી છે તો ક્યાંક ખેડૂતોને પણ રાહત થઈ છે.