તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેમ્સ ઓફ CA:કોઈ ગરીબ બાળકોને ભણાવે છે તો કોઇ હેલ્ધી પાણીપુરીથી સમાજને પોષે છે

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીએ અમદાવાદ ચેપ્ટરે સીએ પ્રોફેશન સાથે સમાજઉપયોગી કામ કરતાં CAને સન્માનિત કર્યાં

નરોડાના CA દિનેશ વરદાની ગરીબ બાળકોને ભણાવે છે. CA ધવલ ઠક્કરે હેલ્ધી પાણીપુરીનું સ્ટાર્ટઅપ કર્યું છે. CA અમદાવાદ ચેપ્ટરે ‘જેમ્સ ઓફ સીએ’માં તેમને નવાજ્યા હતાં.

પ્રોફેશન સાથે અમારે સોશિયલ જવાબદારી પણ અદા કરવાની છે
હું માનું છું કે કંપનીના ઓડિટ માત્ર કરીને એક સીએની જવાબદારીઓ પૂર્ણ થઈ જતી નથી. તેણે સોશ્યલ જવાબદારીઓ પણ અદા કરવાની હોય છે. હું મારા પ્રોફેશનની સાથે સાથે છેલ્લા 2 વર્ષથી નરોડાના કૃષ્ણનગર-કુબેરનગરમાં 100 જેટલા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવાનું કામ કરૂ છું. અમારી ટીમ દ્વારા આ એક્ટિવીટી કરવામાં આવે છે. -સીએ દિનેશ વરદાની,કુબેરનગર

આ કામથી બીજા CA પણ પ્રેરણા લે તે માટે નવાજવામાં આવ્યા
​​​​​​​એક CAએ માત્ર હિસાબોનું ઓડિટ જ નથી કરવાનું તેમ જે સમજે છે અને એપ્લાય કરી રહ્યાં છે તેમને જેમ્સ ઓફ સીએ કહેવાય છે અને તેવા સીએને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સીએ અમદાવાદ ચેપ્ટર દ્વારા ઈતિહાસમાં આવું પ્રથમ વખત કરવામાં આવ્યું છે જેથી આ પ્રોફેશન સાથે સંકળાયેલા અન્યો પણ પ્રેરિત થાય. -સીએ ફેનિલ શાહ, ચેરમેન, અમદાવાદ ચેપ્ટર

અન્ય સમાચારો પણ છે...