તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટમાં અરજી:જેલમાં કેટલાક કેદીઓ સગા સાથે વાત કરવા ટેલિફોનિક સુવિધા પૂરી ન પાડવામાં આવતી હોવાની ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • કોર્ટે સરકાર ને 3 સપ્તાહ માં આ બાબત જે જવાબ રજૂ કરવા આદેશ કર્યો
  • સરકાર તરફથી કહેવાયું કે હાલ ટેલિફોનિક, ફીઝીકલ અને વર્ચ્યુઅલ મુલાકાત ચાલુ કરાઈ છે

હાઈકોર્ટમાં એક અરજદારે રજૂઆત કરી હતી કે, જેલના કેદીઓને અમુક સંજોગોમાં સરકાર ટેલિફોનની સુવિધા પૂરી પાડતી નથી. આ માટે સરકારે બહાર પાડેલા રેઝેલ્યુશનને પણ પડકારવામાં આવ્યો હતો. જોકે આ સામે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે હાલ જેલના કેદીઓને ટેલિફોનિક અને પ્રત્યક્ષ મુલાકાત એમ બંનેની સુવિધા પૂરી પાડવામાં આવી રહી.

કોર્ટે આ બાબતની અરજીને ગ્રાહ્ય રાખીને સરકારને 3 સપ્તાહમાં આ બાબતે જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. જેલના કેદીઓને કોરોના સમયમાં તેમના સંબંધીઓ સાથે વાતચીત કરવા અથવા સંપર્ક થઇ શકે તે માટે ટેલિફોનની સુવિધા આપવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આજે કોર્ટમાં અરજદારે રજૂઆત કરી હતી કે, NDPSના કેદીઓને અમુક સંજોગોમાં સરકાર ટેલિફોનની સુવિધા પૂરી પાડતી નથી. સાથે અન્ય કેટલાક કેદીઓને પણ આ ટેલિફોનિક સુવિધાનો લાભ મળતો નથી. જો કે, આ સામે સરકારે કોર્ટમાં કહ્યું કે, હાલ જેલના કેદીઓને ટેલિફોનિક, વર્ચ્યુઅલ અને પ્રત્યક્ષ મુલાકાત જેવી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...