રિકાર્પેટિંગ:અમદાવાદ એરપોર્ટ પર રનવેના કામ પહેલાં કેટલીક ફ્લાઈટો ટર્મિનલ ટી-2 પર ખસેડાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા જાન્યુઆરીથી રનવેનું રિકાર્પેટિંગની કામગીરી શરૂ કરવામાં આવતા એરપોર્ટ સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ત્યારે પિકઅવર્સમાં ડોમેસ્ટિક ટર્મિનલ પર ફ્લાઈટોની સાથે પેસેન્જરોની સંખ્યા વધતા ભીડ વધે તેવી શક્યતા છે. તેને ધ્યાનમાં રાખી ડોમેસ્ટિક ટર્મિનલ ટી-1થી કેટલીક ફ્લાઈટો ઈન્ટરનેશનલ ટર્મિનલ ટી-2 પર ખસેડવાની વિચારણા હાથ ધરી છે.

એરપોર્ટ ઓપરેટર કંપનીના અધિકારીએ જણાવ્યું કે, એરપોર્ટ પર હાલમાં રોજની 190 જેટલી ફ્લાઈટોનું સંચાલન થઈ રહ્યું છે. જેમાંથી દિવસ દરમિયાન સંચાલિત 75થી વધુ ફ્લાઈટોના સમય બદલી તેને સવારે કે સાંજે શિડ્યુલ કરાશે. પિકઅવર્સમાં ફ્લાઈટોની સંખ્યા વધી જશે આ સ્થિતિમાં લોકોને બેસવા સહિતની સમસ્યા સર્જાય તેમ છે. ત્યારે અમદાવાદથી ઓપરેટ થતી ગોએરની તેમજ સ્પાઈસ જેટની તમામ ફ્લાઈટો ટર્મિનલ ટી-2 પર ખસેડવાનું આયોજન હાથ ધરાયું છે. જ્યારે નાની એરલાઈન્સની તમામ ફ્લાઈટો ટર્મિનલ ટી-1થી જ ઓપરેટ થશે.

અન્ય સમાચારો પણ છે...