પોલીસ કમિશનરનું જાહેરનામું:પશ્ચિમના કેટલાક વિસ્તાર કેટલ ફ્રી ઝોન જાહેર કરાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસ કમિશનરે નોટિફિકેશન બહાર પાડ્યું
  • રસ્તે રઝળતાં ઢોરનો ત્રાસ દૂર કરવા પગલું

રખડતા ઢોરના ત્રાસની પરેશાની દૂર કરવા શહેર પોલીસ કમિશનરે પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારને કેટલ ફ્રી ઝોન જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ ઝોનમાં પશ્ચિમ રિવરફ્રન્ટ રોડ ક્રોસ કરી રિવરફન્ટની પૂર્વ દીવાલથી લઈને સમાંતર ગાંધી બ્રિજ, નહેરુબ્રિજ થઈ સ્વામી વિવેકાનંદ બ્રિજથી જમણી બાજુ ટાઉનહોલ પાંચ રસ્તા માદલપુર ગરનાળુ, ઈન્દર રેસિડેન્સી ત્રણ રસ્તા, પરિમલ ચાર રસ્તાથી જમણી બાજુ પંચવટી ગુલબાઈ ટેકરા થઈ પાસપોર્ટ ઓફિસ, સેપ્ટ ચાર રસ્તા, દાદાસાહેબના પગલા, વિજય ચાર રસ્તા, દર્પણ પાંચ રસ્તા, નવરંગ છ રસ્તા, સરદાર પટેલ બાવલાથી જમણી બાજુ વળી પંચશીલ સોસાયટી થઈ આશ્રમ રોડ ક્રોસ કરીને ચાંપાનેર સોસયટીથી નિધિ હોસ્પિટલ સામે રિવરફ્રન્ટ રોડનો કેટલ ફ્રી ઝોનમાં સમાવેશ થાય છે.

સરદાર પટેલ બાવલાથી સ્ટેડિયમ પાંચ રસ્તા જમણી બાજુ વળી સીધા સ્વસ્તિક ચાર રસ્તા, ગિરીશ ચાર રસ્તા બોડીલાઈન, પંચવટીથી પરિમલ ગાર્ડન ચાર રસ્તા સુધીનો વિસ્તાર તથા સ્ટેડિયમથી ઈન્કમટેક્સ ચાર રસ્તાથી ગાંધી બ્રિજ પશ્ચિમ રિવરફ્રન્ટ રોડનો પણ સમાવેશ થાય છે.

પશુમાલિક સામે કાર્યવાહી કરાશે
કેટલ ફ્રી ઝોનમાં કોઈપણ પશુ જાહેરમાં રખડતું મૂકી દેવાશે તો જે તે પશુના માલિક વિરુદ્ધ જાહેરનામાના ભંગ અનુસાર કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...