અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નબળી આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.જેથી કોર્પોરેશન દ્વારા બે વર્ષ પહેલા જે 16 પ્લોટ વેચવા કઢાયા હતા. તે પૈકીના કોમર્શિયલ અને રહેણાંક હેતુના કુલ 7 જેટલા પ્લોટ કોર્પોરેશને ફરી વેચવા કાઢ્યા છે. તેનાથી કોર્પોરેશનને અંદાજીત 500 કરોડ રૂપિયાની આવક થશે. કોર્પોરેશને થલતેજ, બોડકદેવ, વસ્ત્રાલ અને નિકોલના પ્લોટ વેચવા કાઢ્યા છે.જેમાં સૌથી વધારે થલતેજ તળાવ પાસે આવેલા પ્લોટની કિંમત 174.63 કરોડ મૂકવામાં આવી છે. જાહેર હરાજી મારફતે આ પ્લોટ વેચવામાં આવશે. તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
બે રહેણાંક અને એક કોમર્શિયલ પ્લોટથી કરોડની આવક થશે
AMCના રહેણાંક અને કોમર્શિયલ હેતુના કુલ સાત જેટલા પ્લોટ વેચવા માટે ઈ-હરાજી કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા થલતેજના બે,એસ.જી. હાઇવે પર એક તેમજ પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ રીંગરોડ નજીક આવેલા ત્રણ પ્લોટ અને નિકોલ તળાવ પાસે આવેલો એક એમ કુલ સાત પ્લોટની જાહેર હરાજી કરવામાં આવશે.થલતેજના બે રહેણાંક પ્લોટ અને ઇસ્કોન મોલ પાછળ આવેલો કોમર્શિયલ પ્લોટની આવક જ 350 કરોડથી વધુની થાય છે.જાહેર હરાજીમાં જે પણ બિલ્ડર કે કંપની દ્વારા પ્લોટની વધુ કિંમત આપવામાં આવશે તેને વેચાણ કરી અને આવક ઊભી કરાશે.
અગાઉ પ્લોટ ઓલિમ્પિક ગેમ માટે રિઝર્વ રખાયા હતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે વર્ષ પહેલાં શહેરના પૂર્વ અને પશ્ચિમમાં આવેલા કુલ 17 જેટલા પ્લોટ જાહેર હરાજી થકી વેચવા કાઢ્યા હતા. જેમાં એક પ્લોટનો 151 કરોડમાં સોદો પણ નક્કી થઈ ગયો હતો.પરંતુ ત્યારબાદ રાજ્ય સરકારની સૂચના બાદ આ તમામ પ્લોટને ઓલિમ્પિક માટે રિઝર્વ રાખવાના નામે હરાજી બંધ રાખવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ નબળી ચાલી રહી છે મુખ્ય આવકનો સ્ત્રોત એવા ટેક્સમાં પણ જે રીતે આવક થવી જોઈએ તેવી આવક કરવામાં કોર્પોરેશન નિષ્ફળ ગયું છે. હવે 16 પૈકીના 7 પ્લોટને વેચવા માટે મૂકવામાં આવ્યા છે.
પ્લોટની જગ્યા | કેટલા સ્કવેર મીટર | હેતુ | ભાવ |
બોડકદેવ TP 50 | 7577 | કોમર્શિયલ | 228000 |
ઇસ્કોન મોલ પાછળ થલતેજ TP 37 | 9922 | રહેણાંક | 177800 |
થલતેજ તળાવ પાસે TP 37 | 1098 | રહેણાંક | 140000 |
થલતેજ તળાવ પાસેવસ્ત્રાલ TP 113 | 9778 | રહેણાંક | 62000 |
માધવ સ્કૂલ પાસેવસ્ત્રાલ TP 113 | 3172 | રહેણાંક | 72000 |
સ્વામિનારાયણ મંદિર,વસ્ત્રાલ TP 113 | 3141 | રહેણાંક | 72000 |
એસપી રિંગ રોડ પાસેનિકોલ TP 103 | 4435 | રહેણાંક | 70000 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.