તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરનાં પૂર્વ વિસ્તારમાં નરોડા, ઓઢવ અને વટવા ઈન્ડસ્ટ્રીઝના પોલ્યુશનને લઈને બદનામ છે પણ અહીં પણ ક્યાંક ક્યાંક નંદનવન તૈયાર કરાઈ રહ્યું છે અને એનર્જી પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. લઈને ઓઢવમાં ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટની સાઈટ પર એનવીરો પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા જે વેસ્ટ મ્યુઝિયમ અને પર્યાવરણ મંદિર તૈયાર કરાયું છે ત્યાં હવે થોડાક જ સમયમાં સોલાર પાર્ક સ્થપાશે. આ સાથે મ્યુઝિયમ વેસ્ટ ટુ વેલ્થ સંકલ્પના પ્રમાણે આગળ વધશે એટલે કે ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટનું સીઈઈ સાથે મળીને આરએનડી કરાશે અને તેમાંથી બ્રિક્સ-પેવર બ્લોક બનશે જે બાંધકામમાં કે વોલ બનાવવામાં ઉપયોગી થઈ પડશે.
ઓઢવની વેસ્ટ સાઈટને પણ નંદનવન બનાવાશે
સિરામીક, ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં જોખમી ઘન કચરાની ટ્રિટમેન્ટ પછી આ વેસ્ટનું શું થઈ શકે તે માટે અને બીજા વર્ક માટે 1995માં નરોડા એનવીરો પ્રોજેક્ટ લિમિટેડની સ્થાપના થઈ હતી. 1997માં સાઈટ બની જે હાલ પેક છે પણ તેની ઉપર પર્યાવરણ મંદિર અને વેસ્ટ મ્યુઝિયમ તૈયાર કરાયું છે. ત્યાં જ હવે 2 નંબરની સાઈટ પર 1.5 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ સ્થપાશે. જેનાથી બહારથી વિજળી નહીં લેવી પડે. ઓઢવની વેસ્ટ સાઈટને નંદનવન બનાવવાના પ્રયાસ છે. -શૈલેષ પટવારી, બિઝનેસમેન, એનવીરો પ્રા.લિ
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.