રાજકારણ:સોલંકી બંધુનું પ્રભુત્ત્વ ઘટ્યું, કોળી સમાજે કહ્યું નેતા બન્યા તો કામ કરો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરસોત્તમ અને હીરા સોલંકીનો પોતપોતાની લીટી લાંબી કરવાનો પ્રયાસ
  • મંત્રીમંડળમાંથી મારી બાદબાકી કરવી શક્ય જ નથીઃ પરસોત્તમ સોલંકી

કોળી સમાજના ‘ભાઇ’ તરીકે ઓળખાતા રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી અને તેમના ભાઇ હીરા સોલંકીનું રાજકીય મહત્ત્વ હવે તેમના સમાજમાં જ ઘસાઇ રહ્યું છે. અને બંનેને સમાજે કામ કરવાના અલ્ટીમેટમ આપી દીધાં છે.

શનિવારે ગાંધીનગરમાં કોળી સમાજના ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં હવે સમાજમાં નવા આગેવાનોને આગળ લાવવા માટેની વાત થઇ હતી. જૂની મિટિંગો કે હિસાબો મળતા નથી તેથી સમાજે આ બન્ને ભાઈઓને આ અંગે કાંઇક કામ કરવા જણાવ્યું છે.

આ તરફ પરસોત્તમ સોલંકીએ માધ્યમો સાથેની વાતચીતમાં પોતે સમાજની મીટિંગમાં આવ્યા હોવાની વાત કરી હતી. કોળી સમાજના નેતા તરીકે કુંવરજી બાવળીયાનું કદ વધવા અંગે તેમણે જણાવ્યું કે બાવળીયા સમાજ માટે કામ કરતા હશે પણ શું કરે છે તે મને ખબર નથી. પણ કોઇના કારણે મારા કદમાં કોઇ ફરક નહીં પડે. મંત્રીમંડળમાંથી મારી બાદબાકી થશે તો સમાજ જવાબ આપશે. આ તરફ હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...