આરોપીની ધરપકડ:ATMમાં પૈસા ઉપાડવા જનાર લોકોના કાર્ડ પડાવી રૂપિયા ઉપાડી લેનાર શખસને સોલા પોલીસે ઝડપ્યો, 15 લોકો સાથે છેતરપિંડી

અમદાવાદ6 મહિનો પહેલા
સોલા પોલીસે આરોપી નાગજી રબારીની ધરપકડ કરી - Divya Bhaskar
સોલા પોલીસે આરોપી નાગજી રબારીની ધરપકડ કરી
  • વોચમાં રહેલી પોલીસે ATM સેન્ટરનો દરવાજો બંધ કરી લોકોની મદદથી આરોપીને પકડી પાડ્યો
  • સોલા, નારણપુરા, ઇસનપુર, ઓઢવ સહિતના વિસ્તારોમાં ATM કાર્ડ બદલી છેતરપિંડી આચરી

જો તમે ATM મશીનમાં પૈસા ઉપાડવા જાઓ છો તો ચેતી જજો. કારણ કે, સોલા પોલીસે એવા આરોપીની ધરપકડ કરી છે જે આરોપી ATMમાં જઈ નજર ચૂકવી ATM કાર્ડ પડાવી લઈ પૈસા પડાવી લેતો હતો. આરોપી 15થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે. સાથે આરોપી પાસેથી અલગ-અલગ વ્યક્તિમાં નામના ATM કાર્ડ પણ મળી આવ્યા છે

પોલીસે વોચ ગોઠવી આરોપીને પકડી પાડ્યો
આરોપીનું નામ નાગજી રબારી છે. અત્યાર સુધીમાં તેને શહેરનાં સોલા, નારણપુરા, ઇસનપુર, ઓઢવ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ATM કાર્ડ બદલી લોકોના રૂપિયા પડાવ્યા હતા. જોકે ફરી એક વખત સોલા વિસ્તારમાં ચોરી કરવા જતાં વોચમાં રહેલી પોલીસે ATM સેન્ટરનો દરવાજો બંધ કરી લોકોની મદદથી ઝડપી પાડ્યો હતો.

આરોપી ATMની બહાર શિકારની શોધમાં રહેતો
આરોપી ATMની બહાર શિકારની શોધમાં રહેતો

આરોપી અભણ કે ઉંમરલાયક લોકોને શિકાર બનાવતો
આરોપી નાગજી રબારી લાંબા સમય સુધી ATMની બહાર પોતાના શિકારની શોધમાં રહેતો હતો. જ્યારે કોઈ અશિક્ષિત કે ઉંમરલાયક વ્યક્તિ મળી આવે તો તેને મદદ કરવાના બહાને ATM કાર્ડ બદલી તેનો પાસવર્ડ જાણી લેતો હતો. સાથે જ આરોપી AMTSમાં કંડક્ટર હોવાનું જણાવી પોતાને ઉતાવળ હોવાનું બહાનું કાઢી ATM છોડી ફરાર થઈ જતો હતો.

કડીમાં ATM મશીન ચોર્યાની આરોપીની કબૂલાત
આરોપીને ઝડપ્યા બાદ આરોપીએ અન્ય કઈ કઈ જગ્યાએ ગુના આચર્યા છે અને અગાઉ કોઈ ફરિયાદ થઈ છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરી છે. નાગજી રબારીનો ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં સામે આવ્યું કે અગાઉ પણ તે 30 જેટલા ગુનામાં ઝડપાયો હતો. જેમાં કડીમાં ATM મશીન ચોરી કરી હોવાની હકીકત સામે આવે છે. ત્યારે હવે આરોપી નાગજી રબારીની પૂછપરછમાં શું નવા ખુલાસા થાય છે તેના પર નિર્ભર છે.

અન્ય સમાચારો પણ છે...