હુમલો:કોર્ટના આદેશ બાદ હાજર થયેલા યુવકને સોલા પોલીસે માર માર્યો

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારામારીના કેસમાં કોર્ટે 15 હજારના જામીન પર છોડ્યો હતો
  • ઇજાગ્રસ્ત આરાેપીની પત્નીની પાેલીસ વિરુદ્ધ ડીજીપીને ફરિયાદ

મારામારીના કેસમાં આરોપીએ ગ્રામ્ય કાેર્ટમાં સરન્ડર કર્યું હતું. આ કેસમાં કોર્ટે આરોપીને રૂ.15 હજારના જામીન પર છોડી મૂક્યો હતો અને સાથે આપેલા આદેશ મુજબ આરોપીને પાેલીસ સ્ટેશનમાં હાજર થવા કહેવામાં આવ્યું હતું. જે મુજબ આરાેપી જ્યારે સાેલા પાેલીસ સ્ટેશને હાજર થયો તો તેને પોલીસે પટ્ટા અને મૂઢ માર મારતાં સારવાર માટે સિવિલ હાેસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. ઇજાગ્રસ્ત આરાેપીની પત્નીએ સાેલા પાેલીસ વિરુદ્ધ ડીજીપી સહિત ઉચ્ચ પાેલીસ અધિકારી સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે.

ચાંદલાેડિયા રાવળવાસમાં રહેતા પાર્વતીબેન સુખીએ એડવાેકેટ અયાઝ શેખ દ્વારા ડીજીપી, પાેલીસ કમિશનર, માનવ અધિકાર પંચ સહિત ઉચ્ચ પાેલીસ અધિકારી સમક્ષ સાેલા પાેલીસ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આક્ષેપ મુજબ ભરત સુખી વિરુધ્ધ દિનેશ કલાલે 22 ઓગષ્ટે સાેલા પાેલીસ સ્ટેશનમાં માર માર્યાની ફરિયાદ કરી હતી. જે ફરિયાદમાં પાેલીસ ધરપકડ કરી માર મારે તેવી બીકના કારણે આરાેપી ભરત સુખી ગ્રામ્ય કાેર્ટમાં સરન્ડર થયાે હતાે. આથી કાેર્ટે તેને રૂ.15 હજારના જામીન મુકત કરી, બીજા દિવસે સવારે 11 થી 3 વાગ્યા સુધી સાેલા પાેલીસમાં હાજરી પુરાવી ચહેરા નિશાનપત્રક માટેની શરત મૂકી હતી.

કાેર્ટના આદેશ મુજબ આરાેપી ભરત સાેલા પાેલીસ સ્ટેસનમાં હાજર થયાે, ત્યારે હાજર પીએસઆઇ અને અન્ય કાેન્સ્ટેબલે ભરતને પટ્ટાથી માર મારી માથામાં બકલ મારી, મૂઢ માર મારતા ભરતને ગંભીર ઇજા થઇ હતી. પાેલીસે આરાેપીને ધમકી આપેલી કે આ ઇજા અંગે ડાેક્ટરને કહીશ તાે તારા આખા પરિવારને ખાેટા કેસમાં ફસાવી જેલ ભેગા કરાવીશું. ઇજાગ્રસ્ત ભરત ખાનગી હાેસ્પિટલમાં દાખલ થયેલાે, પરંતુ તેની સ્થિતિ બગડતાં તે સિવિલ હાેસ્પિટલમાં સારવાર માટે ગયેલાે, જ્યાં તબીબે ઇજાનું કારણ પૂછતાં ભરતે સાેલા પાેલીસે માર મારતા ઇજા થઇ હાેવાનું લખાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...