તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી કેસમાં ધરપકડ:થલતેજમાં રૂ. 600 કરોડની જમીન પચાવી પાડવાના કેસમાં પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની સોલા પોલીસે ધરપકડ કરી

અમદાવાદ5 મહિનો પહેલા
પોપ્યુલર બિલ્ડરે ખોટા દસ્તાવેજોના આધારે ઠાકોર પરિવારની જમીન પચાવી હતી - Divya Bhaskar
પોપ્યુલર બિલ્ડરે ખોટા દસ્તાવેજોના આધારે ઠાકોર પરિવારની જમીન પચાવી હતી
  • પોપ્યુલર બિલ્ડરે થલતેજની સીમમાં આવેલી જમીનને નકલી પાવર, બાનાખત અને વેચાણ દસ્તાવેજથી પચાવી હતી
  • વસ્ત્રાપુર પોલીસે છેતરપિંડીના બે ગુનામાં ધરપકડ બંને ભાઇઓને સાબરમતી જેલમાં ધકેલ્યા હતા

એસજી હાઇવે પર થલતેજની 600 કરોડની જમીન પચાવી પાડવાના ગુનામાં સોલા પોલીસે પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલની આજે ધરપકડ કરી છે. અગાઉ વસ્ત્રાપુર પોલીસે છેતરપિંડીના બે ગુનામાં ધરપકડ બાદ બંને ભાઇઓને સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. આજે સોલા પોલીસે સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે રમણ પટેલની ધરપકડ કરી છે.

સોલા પોલીસે છેતરપિંડી કેસમાં સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે રમણ પટેલની ધરપકડ કરી
સોલા પોલીસે છેતરપિંડી કેસમાં સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે રમણ પટેલની ધરપકડ કરી

સોમેશ્વર દર્શન ખેતી સહકારી મંડળીના નામે કરી હતી
આ અંગેની વિગત એવી છે કે થલતેજ ગામમાં રહેતા બાબુજી ઠાકોર અને તેમના પરિવારના સભ્યોની રૂ. 600 કરોડ રૂપિયાની જમીન એસજી હાઈવે પર થલતેજ ગામની સીમમાં આવેલી છે. આ જમીન રમણ પટેલ અને દશરથ પટેલે નકલી પાવર-બાનાખત અને વેચાણ દસ્તાવેજના આધારે આ જમીન પચાવી પાડી હતી. આ જમીન રમણ પટેલે 1993-94ના વર્ષમાં પરિવારના સભ્યોની સોમેશ્વર દર્શન ખેતી સહકારી મંડળીના નામે કરી દીધી હતી. ત્યારબાદ 2015માં આ જ જમીન તેમના પારિવારિક મિત્ર સંદીપ પ્રજાપતિની સોમેશ્વર દર્શન કો.ઓ.હા.સો.લી.ખેતી સહકારી મંડળીના નામે કરી દીધી હતી.

વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કર્યા બાદ રમણ પટેલ અને દશરથ પટેલ સાબરમતી જેલમાં હતા
વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કર્યા બાદ રમણ પટેલ અને દશરથ પટેલ સાબરમતી જેલમાં હતા

સોલા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી
આ અંગે તાજેતરમાં જ બાબુજી ઠાકોરે રમણ પટેલ, દશરથ પટેલ અને સંદીપ પ્રજાપતિ સહિત 14 લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સોલા પોલીસે રમણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. આગામી દિવસોમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી તેઓના રિમાન્ડ પણ માંગવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો