તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Sola Civil's Doctor Was So Frightened By The Vaccine Needle That The Whole Floor Rang, One Nurse Squeezing Her Mouth While Screaming, While The Other Nurse Gave The Vaccine.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેસન:સોલા સિવિલની ડોક્ટર રસીની સોયથી એવી તો ગભરાઈ કે આખો ફ્લોર ગજવ્યો, ચીસાચીસ કરી મૂકતા એક નર્સે મોઢું દબાવ્યું, જ્યારે બીજી નર્સે રસી આપી

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડોક્ટરને રસી લેતા સમયે બીક લાગતાં ચીસાચીસ કરી. - Divya Bhaskar
ડોક્ટરને રસી લેતા સમયે બીક લાગતાં ચીસાચીસ કરી.

સોલા સિવિલમાં એનેસ્થેસિયા વિભાગમાં ફરજ બજાવતી ડોક્ટરને રસી લેતા સમયે બીક લાગતાં ચીસાચીસ કરી મૂકતાં બાજુમાં ઊભેલી નર્સે મોંઢું દબાવી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બીજી નર્સે રસી આપી હતી.

શહેરમાં ચાલતા વેક્સિનેસન અભિયાનમાં મંગળવારે શહેરમાં 3 ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સહિત 6750 કર્મચારીએ વેક્સિન લીધી હતી, જેમાં પોલીસ, પેરામેડિકલ સ્ટાફ, શિક્ષકો વગેરેનો સમાવેશ થાય છે. મ્યુનિ.ના ડે. મ્યુનિ. કમિશનર સી.આર.ખરસાણ, ડે. મ્યુનિ. કમિશનર કેતન ઠક્કર અને ડે. મ્યુનિ. કમિશનર જી.એચ. સોલંકીએ કોરોના રસી લીધી હતી.

સોલા સિવિલની ડોક્ટરે રસી લીધી.
સોલા સિવિલની ડોક્ટરે રસી લીધી.

શહેરમાં નવા કોરોનાના 60 કેસ સામે આવ્યા છે ત્યારે બીજી તરફ એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું છે. છેલ્લા બે દિવસ બાદ એક દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ થયાનું નોંધાયું છે. જ્યારે 69 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શહેરમાં આજે પણ 939 જેટલા એક્ટીવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રસી લીધા બાદની ખુશી.
રસી લીધા બાદની ખુશી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો