તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:સોલા સિવિલ પણ કોરોનાના દર્દીથી હાઉસફૂલ થવાની તૈયારીમાં, 97 દર્દીમાંથી 25 ICUમાં દાખલ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 ડોકટર, 40 નર્સ અને 20 સર્વન્ટનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ખડેપગે

કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઈ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગત વર્ષ કરતા પણ દરરોજ કેસો વધી રહ્યા છે. શહેરની સરકારી હોસ્પિટલમાં પણ દાખલ દર્દીની સંખ્યા વધુ છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ 50 ટકા જેટલા બેડ ફૂલ થઇ ગયા છે. સોલા સિવિલમાં કેસો વધતા ડોકટર અને મેડિકલ ટીમ રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી કરી રહ્યા છે.​​​​​​​

સોલા સિવિલમાં હાલ 130 બેડની વ્યવસ્થા
શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 96 દર્દી દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 81 દર્દી પોઝિટિવ છે અને 25 દર્દીની હાલત ખરાબ હોવાથી ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે. 16 દર્દીના રિપોર્ટ આવવાના હજુ બાકી છે, તેથી તે શંકાસ્પદ કોરોનાના દર્દી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ફરીથી કેસ વધતા દાખલ થયેલ દર્દીઓમાંથી 3 દર્દીઓના મોત થયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોના દર્દી માટે 130 બેડ રાખવામાં આવ્યા છે, પરંતુ કેસ વધે તો બીજા 50 એટલે કુલ 180 બેડની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. અત્યારે દાખલ દર્દીઓ માટે 15થી વધુ ડોકટર, 40 નર્સિંગ સ્ટાફ અને 20 જેટલા સર્વંટ રાખવામાં આવ્યા છે. જે રાઉન્ડ ક્લોક 24 કલાક ખડેપગે કોરોના દર્દીની સારવાર માટે છે.​​​​​​​

આજે 70થી વધુ લોકોને વેક્સિન અપાઈ
કોરોના સાથે સોલા સિવિલમાં વેક્સિનેશન પણ ચાલુ રહ્યું છે. અત્યાર સુધી 5992 વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 1807 દર્દીઓને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી 849 હેલ્થ વર્કર, 958 કોરોના વોરિયરને વેક્સિન બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે જ્યારે અનેક લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. આજે પણ 70થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે અને વેક્સિન માટેનું પ્રક્રિયા પણ સતત ચાલુ જ છે. વેક્સિન માટેના ડોઝ પણ સિવિલ પાસે પૂરતા પ્રમાણમાં છે.

ડોકટર અને મેડિકલ ટીમ ખડેપગે
સોલા સિવિલમાં અત્યારે કોરોના વાયરસના કેસો અને દાખલ દર્દીને લઈને સિનિયર ડોકટર અને સ્ટાફની બેઠક ચાલી હતી. હાલ તમામની રજા પણ રદ કરવામાં આવી છે ડોકટર અને મેડિકલ ટીમને ખડેપગે રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો