અમદાવાદમાં હાઈવે પર પસાર થતાં કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી કેમિકલની ચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસને આ પ્રકારના બનાવોમાં આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અંગે અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી દ્વારા બાતમીને આધારે સાણંદ હાઈવે પર ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરતાં પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતાં.
ટેન્કર પર લગાવેલા સીલ સાથે છેડછાડ કરી ચોરી કરતા
એસ.ઓ.જીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, બાવળા રોડ પર સ્થિત ભાગ્યોદય હોટેલ પાસે કેટલાક ઈસમો રોડ પર નીકળતા કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી ડ્રાઈવરોની મીલિભગતથી કેમિકલની ચોરી કરે છે. તેમજ ટેન્કર પર લગાવેલા સીલ સાથે છેડછાડ કરી ટેન્કરમાંથી કેમિકલ કાઢી લે છે. આ બાતમીના આધારે એસ.ઓ.જીની ટીમે દરોડો પાડીને ચોરી કરતાં પાંચ ઈસમોને ઝડપી લીધા હતાં.
7 લાખ 89 હજાર 230 નો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે પકડેલા ઈસમો કેમિકલના ટેન્કરોના ડ્રાઈવરો સાથે મળીને મોડી રાત્રે ભાવના ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર લઈ જઈ ટેન્કરની ઉપર આવેલ પાછળના ભાગમાં છેલ્લા ખાના પર મારેલ સીલનો તાર તોડીને ખાનું ખોલી ટેન્કરમાંથી કેમિકલ કાઢવા ઉપરાંત ઉપયોગમાં લેવાતી પાઈપ ટેન્કરના ઉપરના ખાનામાં લગાવી ટેન્કરમાંથી બેરલમાં કેમિકલ ભરી લેતાં હતાં. પોલીસે આ આરોપીઓ પાસેથી 4110 લિટર કેમિકલ જેની કિંમત રૂપિયા 4.23 લાખ સહિત કુલ 7 લાખ 89 હજાર 230 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.